જીટીયુ દ્વારા પાંચમાં સેમેસ્ટરનું પરિણામ જાહેર
અંકલેશ્વર, તા.૧૧
અંકલેશ્વર વાલિયા માર્ગ પર આવેલી શ્રોફ રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી એસઆરઆઈસીટીએ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી અંતર્ગત આવતી તમામ કોલેજીસમાં ચોથો તેમજ દક્ષિણ ઝોનની કોલેજીસમાં બીજા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હાલમાં જ જાહેર થયેલા સેમેસ્ટર-૫ના પરિણામોમાં એસઆરઆઈસીટીના ૩ સ્ટુડન્ટ્સે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી જીટીયુમાં ટોપ-૩ રેન્ક મેળવ્યો છે. જ્યારે ૭ સ્ટુડન્ટ્સે એસઆરઆઈસીટીના ત્રણ સ્ટુડન્ટ્સે કેમિકલ એન્જિનિયરિંગના ટોપ ૧૦ વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેમાં સીપીઆઈ વાઈઝ સ્ટુડન્ટ નીલ પટેલ જીટીયુમાં પ્રથમ રહ્ના છે. આ સિદ્ધિ બદલ એસઆરઆઈસીટીના ટ્રસ્ટી અશોક પંજવાણીએ સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝને અભિનંદન પાઠવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





