પ્રેમી સાથે ભાગેલી યુવતીને પોલીસે શોધી કાઢી નારી ગૃહમાં મોકલી દીધી હતી
સુરત, તા. ૧૧
ઘોડદોડ રોડ ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં એક ૨૩ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. અને આપઘાતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
ઘોડદોડ ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં હાલ ૨૦ જેટલી યુવતી આશરો લઈ રહી છે. જે પૈકી એક અંકિતા નામની યુવતી(ઉ.વ.૨૩) બે દિવસ પહેલાં જ આવી હતી. અને બે દિવસમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાથી યુવતીઓમાં પણ ભયનો માહોલ છવાયો છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. જોકે, નારી સંરક્ષણ ગૃહના સતાધીશો દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
કતારગામ ખાતે રહેતી અંકિતાને નજીકમાં જ રહેતા ભાવેશ બાલુ ધનજી ગોહિલ સાથે ભાગી ગઈ હતી. જેથી અંકિતાના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેને બે દિવસ પહેલાં ઝડપી પાડયા હતા. અને અંકિતાને બે દિવસ પહેલાં નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. આજે સવારે અંકિતા ગળેફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા જ ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




