કામરેજમાં ઝેરી સાપ કરડી જતા શ્રમજીવી યુવાનનું મોત

0
8

યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત
સુરત, તા. ૧૧
કામરેજ તાલુકાની વ્રજ નંદીની સોસાયટીમાં શ્રમજીવી યુવકને સાપે ડંખ મારતા સારવાર દરમિયાન નીપજ્યું હતું.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાદેડા ગામે સાયણ ફળિયામાં રહેતા સુરત રોજી રોટી માટે આવ્યો હતો. અને કામરેજ ખાતે બ્રિજ નંદીની સોસાયટીમાં ઝૂંપડી તાણી પરિવાર સાથે રહેતો હતો. રવિવારના રોજ ચેતન પોતાના ઝૂંપડામાં હતો ત્યારે ઝેરી સાંપે ડંખ મારતા સારવાર માટે કામરેજની દીધબંધુ અને વધુ સારવાર માટે સુરત શહેરની પી.પી. સવાણી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. અકસ્માતના મોત અંગે પોલીસે ચોપડે નોધ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY