હેલ્મેટ ન પહેરવા બદલ એકિટવા ચાલકને મળ્યો રૂ. ૨૫,૦૦૦નો મેમો

0
41

સુરત,તા.૪
જ્યારે વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેની સાથે મેમો સ્વરૂપે દંડ વસુલવામાં આવે છે. સુરતના એક વાહન ચાલકને પણ આવ જ પ્રકારે મેમો ઘરે આવ્યો હતો. પરંતુ વાહન માલિકે જ્યારે મેમાની રકમ જાઇ ત્યારે ચોંકી ગયો હતો. કારણે કે આ રકમ ૧૦૦ રૂપિયા, ૨૦૦ રૂપિયા કે ૫૦૦ રૂપિયા નહીં પરંતુ પુરા ૨૫,૦૦૦ હતા. આમ રૂ.૨૦,૦૦૦ના એકિટવા ધારકને રૂ. ૨૫,૦૦૦નો મેમો મળ્યો હતો. આટલી મોટી માતબર રકમનો મેમો મળતા એકિટવા માલિક હસમુખભાઇ હાલ ચિંતામાં આવી ગયા છે.
મળતી માહિતી પ્રમાણે સુરતમાં હસમુખભાઇ નામના વ્યકિત પાસે જીજે ૫- એચ ૮૯૫૫ નંબરનું એકિટવાર છે. હસમુખભાઇને ટ્રાફિક પોલીસ દ્વારા રૂ.૨૫,૦૦૦નો મેમો મોકલવામાં આવ્યો છે. હેલ્મેટ ન પહેરવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા મેમો મોકલવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વધુ મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક પોલીસે વર્ષ ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮ના મેમો કાઢ્યા હતા. અને એડ્રેસ ચેન્જ થતા નવા એડ્રેસ ઉપર આ મેમો પહોંચાડ્યા હતા. નવાઇની વાત તો એ છે કે, રૂ.૨૦,૦૦૦ના એકિટવાની કિંમતની સાથે પોલીસે રૂ. ૨૫,૦૦૦નો મેમો આપ્યો છે. જાકે, રૂ. ૨૫,૦૦૦ રકમનો મેમો આવતા એકિટવા માલિક હસમુખભાઇ ચિંતામાં આવી ગયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY