સુરત,તા.૧૧
સુરતમાં નારી સંરક્ષણ ગૃહમાં ૨૩ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને જાતા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તારણમાં યુવતીની આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું મનાઇ રહ્યું છે.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં નારી સંરક્ષણ ગૃહમાં એક ૨૩ વર્ષીય યુવતીએ ગૃહમાંજ ગળેફાંસો ખાધો હતો. આત્મહત્યા કરનાર યુવતીનું નામ અંકિતા હતું. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, આત્મહત્યા કરનાર યુવતી અહીં ૨ દિવસ પહેલા જ અહીં આવી હતી, અને તેને આજે અચાનક ગળેફાંસો ખાઇ લેતા ગૃહમાં રહેલી બાકી યુવતીઓમાં ભયનો માહોલ ફેલાયેલો છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને ઘટનાની વધુ તપાસ કરી રહી છે. પોલીસને પ્રાથમિક તારણમાં પ્રેમપ્રકરણ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ સુરત નારી સંરક્ષણ ગૃહના સત્તાધીશો આ ઘટના વિશે કોઇ ચોક્કસ માહિતી આપી શકિયા નથી.
પોલીસે યુવતી વિશે વધુ તપાસ કરીતો જાણવા મળ્યું કે, ૨૩ વર્ષીય અંકિતાને ભાવેશ બાલુ ધનજી ગોહિલ સાથે પ્રેમ સંબંધ હતા, જેના કારણે તે ૨૧ વર્ષની ઉંમરમાં જ ભાગી ગઇ હતી. ઘટનાને પગલે અંકિતાના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે બન્ને પ્રેમી પંખીડાઓને ઝડપી લીધા હતા, અને અંકિતાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




