અબ જિસ કો ઊખાડના હો, ઊખાડ લો..: તાપસી પન્નુ

0
8

મુંબઈ,તા.૧૮
એ લિસ્ટની અભિનેત્રી તાપસી પન્નુએ પોતાની આગામી અનટાઇટલ્ડ ફિલ્મ વિશે સોશ્યલ મિડિયા પર ટીકા કરતાં લખ્યું હતું કે હવે હું પોતે અમારી ફિલ્મ વિશે ઔપચારિક જાહેરાત કરી રહી છું.
એણે લખ્યું, ‘કભી હમારી ફિલ્મ શેલ્વ કરવા દેતે હૈં તો કભી ટાઇટલ કી મારામારી.. મૈંને સોચા મૈં ખુદ હી પિક્ચર એનાઉન્સ કર દેતી હું… અબ જિસ કો ઊખાડના હૈ ઊખાડ લો… આ ફિલ્મને સાંડ કી આંખ ટાઇટલ આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે. બે મહિલા શૂટર્સની કથા રજૂ કરતી આ ફિલ્મમાં તાપસી ભૂમિ પેડણેકર સાથે ચમકી રહી છે. અનુરાગ કશ્યપ એનું ડાયરેક્શન સંભાળવા ઉપરાંત નિધિ પરમાર સાથે ફિલ્મના સહનિર્માતા છે. લેટેસ્ટ માહિતી મુજબ સિનિયર ફિલ્મ સર્જક પ્રકાશ ઝા પણ આ ફિલ્મ સાથે સંકળાઇ રહ્યા છે.
દેશની બે સૌથી જૂની મહિલા શૂટર્સ ચંદ્રો અને પ્રકાશોની કથા રજૂ કરતી આ ફિલ્મ ફ્લોર પર જવાની તૈયારીમાં છે ત્યારે જાતજાતના મિડિયા રિપોર્ટથી કંટાળેલી તાપસીએ પોતે સોશ્યલ મિડિયા પર આ ફિલ્મની વાત કરી હતી. અનુરાગે પણ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે અબ શૂરુ હોતા શૂટિંગ… આ મહિલા શૂટર્સની વાત લોકો સમક્ષ રજૂ કરવાનો સમય પાકી ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY