સુરત,તા.૬
સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત મહારાજ કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક- ૩૩૪માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે.
અમદાવાદમાં બુધવારે ટ્રાફિક બ્રિગેડની ભરતી માટેના ફોર્મ વિતરણ પ્રક્રિયામાં બેરોજગાર યુવાનોની લાઇનો લાગી હતી. જાકે, આજે સવારથી સુરતમાં પણ લાઇનનો નજારો જાવા મળ્યો હતો. પરંતુ આ લાઇન કોઇ સરકારી નોકરી લેવા માટેની નહીં પરંતુ સરકારી સ્કૂલમાં પોતાના બાળકોના પ્રવેશ અપાવવા માટેની માતા-પિતાની લાઇન હતી. સુરતમાં શિક્ષણ જગતમાં ઉલ્ટી ગંગા જેવો તાલ જાવા મળ્યો હતો. સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકને ખાનગી સ્કૂલોમાં એડમિશન અપાવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. પરંતુ સુરતમાં ગુરુવારે સવારથી સરકારી સ્કૂલમાં બાળકોના પ્રવેસ માટે માતા-પિતા લાઇનમાં ઉભા રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ નંબર ૩૪૩ની સ્કૂલમાં ગુરુવારે વાલીઓની લાંબી લાઇનો જાવા મળી હતી. વાલીઓ પોતાના બાળકોના સ્કૂલમાં પ્રવેશ લેવા માટે વહેલી સવારથી જ લાઇનોમાં ઊભા રહ્યા છે.
સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત મહારાજ કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક- ૩૩૪માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે. આ શાળામાં બાળકોને પ્રવેશ લેવા માટે વાલીઓની પડાપડી થાય છે. આ સ્કૂલમાં ૩૦૦ની આસપાસ વેટિંગ રહે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક વાલીઓ પોતાના બાળકોને ખાનગી સ્કૂલની ઉઠાવીને આ સ્કૂલમાં પ્રવેશ લઇ રહ્યા છે. આ સ્કૂલની વાત કરીએ તો આ સ્કૂલના દ્રશ્ય ખાનગી સ્કૂલથી પણ વધારે ટક્કર મારે છે. હસમુખ પટેલ ચેરમન શિક્ષણ સમિતિના ચેરમન હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે અમારી સ્કૂલમાં જૂની રમતો રમાડવામાં આવે છે જે વિસરાતી જાય છે. જેના કારણે બાળકોના માસીનક વિકાસમાં મદદ થાય છે. કોર્પોરેશનની મદદથી સ્કૂલોમાં સારી સુવિધા આપવામાં આવે છે. સાથે સાથે શિક્ષણ સમિતિ ખાનગી સ્કૂલની જેમ જ સુવિધાઓ પુરી પાડે છે. જેનાથી વાલીઓ અમારી સ્કૂલમાં પ્રવેશ લેવા માટે આકર્ષાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




