ન્યુ દિલ્હી,તા.૬
ઘણા લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર થઈ ગયેલા ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીરે મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ગંભીરે ટીમ ઈન્ડિયાને ૨૦૦૭નો ટી-૨૦ અને ૨૦૧૧નો એમ બે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગંભીની નિવૃત્તિ બાદ તેના કોચે અનેક બાબતો પરથી પડદો ઉઠાવ્યો હતો.
ગંભીરના કોચ સંજય ભારદ્વાજે કહ્યું કે, લોકોએ તેને મેદાન પર ગુસ્સો કરતો અનેક વખત જાયો છે પરંતુ સકારાત્મક રીતે જાવામાં આવે તો તેના આ અંદાજના કારણે જ તે અહીં સુધી પહોંચી શકિયો હતો. તેમણે એક રસપ્રદ કિસ્સો યાદ કરતાં જણાવ્યું કે, ગૌતમ મારી પાસે એક લેગ સ્પિનર બનવા આવ્યો હતો, જ્યારે અમિત મિશ્રા ઓપનિંગ બેટ્સમેન બનવા માંગતો હતો. મેં બંનેના સ્વભાવ જાઈને તેમના રોલ બદલી દીધા. ગૌતમને ઓપનર બનાવી દીધો અને મિશ્રાને લેગ સ્પિનર બનવા પ્રેરિત કર્યો.
કોચના જણાવ્યા મુજબ, ઓપનરની અંદર એક અલગ પ્રકારની આગ હોવી જાઈએ. એક યોદ્ધાના ગુણ હોવા જાઈએ. ગંભીરમાં આ તમામ વસ્તુ હતી. ભારદ્વાજના કહેવા મુજબ ગંભીર એક સારો કોચ પણ બની શકે છે. કારણકે તે હંમેશા નવું શીખવા આતુર હોય છે. આ કારણે વિશ્વભરના અનેક એક્સપટ્ર્સ પાસેથી તેણે ઘણું શીખ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે, જા ગંભીર રાજનીતિમાં આવશે તો દેશમાટે ઘણું કરી શકે છે. તે ઈમાનદાર છે. તેની અંદર સેવાભાવનો ભંડાર છે. ગંભીર પાસે જે પણ જરૂરિયાતમંદ વ્યÂક્ત જાય તે નિરાશ થઈને આવતો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



