પુલવામા એટેકઃ જાવેદ અખ્તર અને શબાના આઝમીએ રદ્દ કર્યો પાક. પ્રવાસ

0
7

મુંબઈ,તા.૧૫
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ બોલીવુડે આક્રમક વલણ અપનાવ્યું છે. અભિનેત્રી શબાના આઝમી અને ગીતકાર જાવેદ અખ્તરે આતંકવાદી હુમલાને પગલે પોતાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છે.
શબાના અને જાવેદ અખ્તરને કરાંચી આર્ટ કાઉન્સીલમાં કવિ કૈફી આઝમીના પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું. શુક્રવારે જાવેદ અખ્તરે ટ્‌વીટ કરી પોતાનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યાની માહિતી પણ આપી હતી.
તેમણે પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર લખ્યું કે કરાંચી આર્ટ કાઉન્સીલે શબાના અને મને બે દિવસ પહેલા કૈફી આઝમી અને તેમની કવિતાઓને લઇને યોજાઇ રહેલા લિટરેચર કોન્ફનરન્સ માટે આમંત્રણ આપ્યું હતું. પણ અમે તેને કેન્સલ કરી નાખ્યું છે.
૧૯૬૫માં ઇન્ડો-પાક. યુદ્ધ દરમિયાન કૈફી સાહેબે એક કવિતા લખી હતી,‘‘અને પછી કૃષ્ણએ અર્જૂનને કહ્યું.’’ કૈફી આઝમી શબાના આઝમીના પિતા અને ઝાવેદ અખ્તરના સસરા છે. પુલવામામાં આતંકવાદી હુમલા બાદ દેશભરના લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. કેટલાય બોલીવુડની સેલીબ્રિટી ટ્‌વીટ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
જાવેદ અખ્તરે હુમલાને વખોડી કાઢતા લખ્યું કે,મારા સીઆરપીએફ સાથે વિશેષ સંબંધ છે. મે તેમનું એન્થમ ગીત લખ્યું છે. શબાના આઝમીએ પણ હુમલાને વખોડી કાઢ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY