સુરત,તા.૬
પાસના સહ કન્વીનર અલ્પેશ કથીરિયાનો જેલવાસ પૂરો થશે. અલ્પેશ કથીરીયાના અમરોલીમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં જામીન મંજૂર થયા છે. સુરતની સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
અગાઉ રાજદ્રોહના બે કેસમાં પણ અલ્પેશને જામીન મળી ચૂક્્યા છે અને હવે ૩૦૭ના કેસમાં પણ જામીન મળી જતા અલ્પેશનો જેલવાસ પુરો થશે. કોર્ટ અલ્પેશના શરતી જામીન મંજૂર કર્યા છે. સરકારી વકીલ અને બચાવપક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે શરતી જામીન મંજુર કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





