મુંબઈ,તા.૬
પોતાની આગામી ફિલ્મ ઝીરોના પ્રમોશન દરમિયાન અનુષ્કા શર્માએ પોતાની ફિલ્મ, અંગત જીવન, ફિલ્મ બિઝનેસ અને પોતાના પ્રોડક્શન હાઉસના પ્રોજેક્ટ પર વાત કરી હતી. ફિલ્મ ઝીરોના એક સામૂહિક ઈન્ટરવ્યૂ દરમિયાન અનુષ્કાને કેટલાક સવાલો પુછવામાં આવતા તે ભડકી હતી. તેના જવાબ પરથી એ સ્પષ્ટ લાગી રહ્યું હતુ કે કેટલાક મામલે તે સ્પષ્ટ નથી અને ક્્યાંક ગુંચવાઈ રહી છે. હાલ નિર્માતા બની ચુકેલી આ અભિનેત્રી કેટલીક વાતોમાં સ્પષ્ટ નથી. કેટલાક સવાલોના અનુષ્કાએ ફેરવી ફેરવીને જવાબ આપ્યા હતા.
અનુષ્કા શર્માને ફિલ્મની કમાણી અને બજેટ અંગે સવાલ પુછતા તેણે જણાવ્યુ કે મને ફિલ્મોના બજેટ અને બોક્સ ઓફિસની કમાણી પર થતી ચર્ચામાં સમજ નથી પડતી. મારા હિસાબે એક ફિલ્મને બનાવવા ફિલ્મને ફિલ્મની જેમ જ જાવી જાઈએ. જા કોઈ ફિલ્મ લોકોને ગમે છે તો તેની કમાણી ૨૦૦૦ કરોડની પણ થઈ શકે છે. મને એ સમજમાં નથી આવતુ કઈ ફિલ્મે કેટલી કમાણી કરવી જાઈએ. ભેળપુરી વેચવા નથી બનાવ્યું પ્રોડક્શન હાઉસ એમ કહી ભડકી અનુષ્કા શર્મા.
અનુષ્કાએ કહ્યું કે કોઈ ફિલ્મ સારી કમાણી કરી રહી છે તો ૨૦૦ કરોડમાં બનેલી ફિલ્મ ૮૦૦ કરોડ કમાઈ જાય છે. મારા માટે સૌથી વધુ એ જરૂરી છે કે ફિલ્મ જાયા પછી લોકો સતત એ ફિલ્મ અંગે જ વિચારતા રહે. અથવા તો લોકો એક બીજાને તે ફિલ્મ જાયા પછી તે ફિલ્મ જાવાની સલાહ આપે. મારા માટે તો સ્ટોરી મહત્વની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




