જુદા જુદા સ્થળેથી પીસીબી પોલીસે ૧૧ને ઝડપી પાડ્યા
સુરત, તા.૧૬
પીસીબી પોલીસે બે સ્થળે દરોડા પાડી જુગાર રમતાં ૧૧ જણાંની ધરપકડ કરી રૂપિયા ૭૧,૧૨૦ની મતા કબજે કરી હતી.
પીસીબી પોલીસે ડુંભાલ ટેનામેન્ટ ઓમનગર સોસાયટી ઘર નં.૪૪૭-૪૪૮ પતરાવાળી રૂમમાં જુગાર રમતા રસીદ ઉર્ફે ચકરી ઈલાહી શેખ, ફિરોજ હુસૈન બાગવાન, અકીલ શેખ, સલીમ યાકુબ, રસુલખાન પઠાણ, અનવર હુસૈન કુરેશી, ઉમેશ બચુ ઠક્કર, વાસીમ રાજા પટેલ, સાબેદીન સૈયદની ધરપકડ કરી કલીમ શેખને વોન્ટેડ જાહેર કરી રોકડા રૂ.૨૬,૬૨૦ કબજે કર્યા હતા. તેમજ ઉધના કલ્યાણ કુટીર સોસાયટીમાં વરલી મટકાનો જુગાર રમાડતા સંજય કેદારનાથ મોર્યા, વિકાસ મોતીલાલ પાટીલની ધરપકડ કરી બે મોબાઈલ ફોન, રોકડા મળી કુલ રૂ.૪૪,૫૦૦ કબજે કરી પીસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



