સુરત, તા.૧૬
પીસીબી પોલીસે દારૂ ભરેલી કાર જપ્ત કરી હતી. પીસીબી પોલીસે બાતમીના આધારે સરથાણા સીમાડા ચેક પોસ્ટ પાસેથી કાર નં.જીજે-૫-આરએ-૭૬૩૩ને આંતરી ઝડતી લેતા રૂપિયા ૩૨૯૩૦ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી. પોલીસે કાર, દારૂ, બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩,૩૪,૪૩૦ના મુદ્દામાલ સાથે અશોક કુરજી અકબરીની ધરપકડ કરી હતી. જ્યારે ધર્મેશ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



