સુરત,
તા.૩૦/૦૩/૨૦૧૮
સુરતના સહારા દરવાજા પાસે કાર રેસનો એક મોટો બનાવ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બે કાર વચ્ચે લાગેલી રેસ એટલી ભયાનક હતી કે, કાર દરગાહમાં ઘૂસી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આ બનાવ ગઈકાલે મોડી રાત્રે સહારા દરવાજાથી રેલવે સ્ટેશન જતા રોડ પર બન્યો હતો. જેમાં આ ઘટનાને નજરે જાનારા લોકોએ કહ્યું કે, બે કાર વચ્ચે રેસ લાગી હતી. જેમાં એક કાર દરગાહમાં ઘૂસી ગઈ હતી. જેને કારણે દરગાહની ખુલ્લી જગ્યામાં સૂતેલા સેવક અલી મહંમદ મોહંમદ નામના શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક હોસ્પટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન ૩૫ વર્ષના આ સેવકનું મોત નિપજ્યું હતું. આ મામલે મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"