કરોડોના ખર્ચ છતાં સમુદ્ર કિનારાની જમીનની સ્થતિ દયનિય

0
92

ગાંધીનગર,
તા.૩૦/૦૩/૨૦૧૮

દેશમાં સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારો છે. સરકાર દ્વારા ૨૦૧૭માં ૧૧.૧૦ કરોડના ખર્ચ છતાં સમુદ્ર કિનારાની જમીનને સુધારી શકાઈ નથી. ભૂગર્ભ જળ રિચાર્જમાં સરકારની ઘોર બેદરકારી સામે આવી છે કેગના અહેવાલમાં રાજ્યની નાણાંકીય સ્થતિ, મહેસૂલ અને આર્થિક ક્ષેત્રને લગતી વિગત રજૂ કરવામાં આવી છે. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર મુદ્દે પણ રીપોર્ટ રજૂ કરાયો છે. રીપોર્ટમાં દાવો કરાયો છે કે ૩૯ વર્ષનો સમય વિતવા છતાં પણ ચેક ડેમ અને કૂવા રીચાર્જના કામમાં ખાસ કોઈ પ્રગતિ થઈ નથી.

દરીયા કિનારાની જમીનની પુનઃપ્રાપ્ત માટે પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. માર્ચ ૨૦૧૭માં કરાયેલા ૧૧.૧૦ કરોડનો ખર્ચ પણ સમુદ્ર કિનારાની જમીનને સુધારી શકાઈ નથી. તેમ જ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન મહેસૂલી વિકાસ દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૨-૧૩માં મહેસૂલી વિકાસ દર ૧૯.૪૯ ટકા હતો. જે ૨૦૧૫-૧૬માં ઘટીને ૫.૯૯ ટકા પર આવી ગયો છે. કેગના રીપોર્ટ મુજબ વાણિજ્ય વેરા વિભાગમાં મોટી ગેરરીતીઓ સામે આવી છે. વાણિજ્ય વેરા વિભાગે ૩૫.૬૭ કરોડની અકારણી ઓછી દર્શાવી છે, જેથી સરકારી તિજારીને ૩૬.૬૭ કરોડનુ નુકસાન થયુ છે.

કલેકટર ઓફિસ એન્ડ જમીન મહેસૂલ વિભાગ દ્વારા જમીનમાં ત્રીજા પક્ષને ફાયદો કરાવતી ગંભીર વિગત સામે આવી છે જેના કારણે સરકારને ૭૧ કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. ૧૯૭૮માં રચાયેલ ઉચ્ચસ્તરીય બેઠક દ્વારા ભલામણ કરવા છતાં રાજ્ય સરકારે ભૂગર્ભ જળ માટે કોઈ જ કાયદો ઘડ્યો નથી. ક્ષાર નિયંત્રણ માટેની યોજના પણ અમલમાં આવી નથી. તેમ જ યોજનામાં થઈ રહેલ વિલંબના કારણે તેનો ખર્ચ ૪૫૫ ટકા વધી ગયો છે. મૂળ આ યોજના ૭૮૯.૧૨ કરોડની હતી, તેની સામે ૨૦૧૭માં તેનો ખર્ચ ૧૦૪૫.૬૫ કરોડ થઈ ગયો છે. જ્યારે બાકીના કામો માટે ૨૫૪૪.૭૯ કરોડનો અંદાજ લગાવાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY