જૂથવાદ…સુરતમાં કોંગ્રેસના આઠ લોકોએ હોદ્દા પરથી રાજીનામા આપ્યા

0
9

સુરત,તા.૩૦
સુરત કોંગ્રેસનો જૂથવાદ ફરી સામે આવ્યો છે. જૂથવાદના પગલે સુરતના દક્ષિણ ગુજરાત કોંગ્રેસ પ્રવકતા સહિત કુલ આઠ લોકોએ હોદા પરથી પ્રદેશ સમિતિને રાજીનામાં આપી દીધા છે. કોંગ્રેસ પ્રમુખે નવા રચાયેલા માળખામાં પોતાના સબંધીઓને મનગમતા હોદ્દાઓ અપાવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
જાકે, સુરત કોંગ્રેસ પ્રમુખે આ આક્ષેપને ફગાવ્યા છે અને લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેટલાક અસંતુષ્ટ લોકો કોંગ્રેસ પક્ષને તોડવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો. શુક્રવારે સુરત શહેર કોંગ્રેસના નવા માળખા ના નામો જાહેર કરાયા હતા. જ્યાં શહેર પ્રમુખ બાબુ રાયકા પર પરિવારના સભ્યોને અનેક પદો આપવાના આરોપ મુકવામાં આવ્યો છે. સુરત દક્ષિણ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા સંજય પટવા સહિત કુલ આઠ લોકોએ રાજીનામાં આપ્યા છે.
સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા પોતાના પર લાગેલા આરોપને ફગાવ્યા છે અને કેટલાક અસંતુષ્ટ લોકો પક્ષને તોડવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો. તેમણે કોંગ્રેસ અને માલધારી સમાજને મારો પરિવાર ગણાવ્યો અને પરિવારવાદમાં માનતા નથી તેમ પણ કહ્યું અન ભાજપ પર પણ વાક પ્રહાર કર્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY