દક્ષિણ ગુજરાતમાં શીત લહેર : વલસાડમાં ૧૨ અને નવસારીમાં ૧૩ ડીગ્રી તાપમાન

0
5

તેજ પવનના કારણે વધુ ઠંડીનો અનુભવ ઃ સુરતમાં લઘુત્તમ ૧૫ ડીગ્રી તાપમાન
સુરત, તા.૧૭
સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનમાં નોîધપાત્ર ઘટાડો થઈ રહ્ના છે. ઉત્તર દિશા તરફથી ફુંકાતા ઠંડા પવનના લીધે રાજ્યમાં શીત લહેર છવાઈ છે. દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો યથાવત રહ્ના હોવા છતાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૨૯.૩ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૫.૮ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૫ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭.૬ મિલીબાર નોîધાયું છે. શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૬ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાઈ રહ્ના છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૩ડીગ્રી નોîધાયું છે. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે અધિકતમ તાપમાન ૩૧.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૨.૧ ડીગ્રી નોîધાયું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉત્તર દિશાથી શિત લહેર છવાતા ઠંડીનું જાર વધ્યું છે. દિવસના સમયે પણ ઠંડો પવન ફુંકાતા શહેરીજનોને ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. જ્યારે રાત્રે અને મળસ્કે આંતરિક ગામડાઅોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
જમ્મુ કાશ્મીર અને ખીણ પ્રદેશમાં હિમ વર્ષાના પગલે રાજ્યમાં હિમ પવનની અસરથી આગામી દિવસોમાં વધુ ઠંડીનો અનુભવ થાય તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY