નવસારીમાં ૧૧, વલસાડમાં ૧૨ અને સુરતમાં ૧૫ ડીગ્રી
સુરત, તા.૧૩
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જાર વધ્યુ છે. નવસારી આજે ઠંડીમાં ઠુઠવાતા તાપમાનનો પારો ફરી ૧૧ ડીગ્રી નોધાયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૩ ડીગ્રી સુધી તાપમાન ઘટતા ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે અધિકતમ તાપમાન ૩૦.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૫.૪ ડીગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને હવાનું દબાણ ૧૦૧૮.૫ મિલીબાર નોધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી ઠંડો પવન ફુંકાઈ રહ્ના છે. ઠંડો પવન ફુંકાતા બેઠ્ઠી ઠંડીનો અનુભવ શહેરીજનોને થઈ રહ્યુ છે. ગતરોજ ન્યુનતમ તાપમાન ૧૮.૪ ડીગ્રી હતું. જેમાં આજે સડસડાટ ૩ ડિગ્રીનો ઘટાડો નોધાયો છે. તાપમાન ઘટતા અને ઠંડો પવન ફુંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનતમ તાપમાન ૧૧.૮ ડીગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૩.૯ ડીગ્રી નોધાયું હતું. આમ નવસારીમાં ૨ ડીગ્રી તાપમાન ઘટવાની સાથે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. આજે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં ૧૧.૪ ડીગ્રી નોધાઈ છે. ત્યારબાદ બીજા નંબરે નવસારીમાં ૧૧.૮ ડીગ્રી ઠંડી નોધાઈ છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનતમ તાપમાન ૧૨.૬ ડીગ્રી નોîધાયું છે. ઠંડી ગતરોજની સરખામણીએ યથાવત છે. જ્યારે તાપમાનમાં નજીવો ફેરફાર નોધાયો છે. આગામી સપ્તાહ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



