ભરૂચ રેલ્વે સ્ટેશન પર પાસ ધારક સંઘ (આસ્થા) અને જે.સી.આઈ દ્રારા આયોજિત ૧૦ મો સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો….

0
117

ભરૂચ:
આજ રોજ ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર.1 પર ભરૂચ પાસ ધારક સંઘ (આસ્થા) અને જે.સી.આઈ દ્રારા ૧૦ મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. દર વર્ષે યોજાતા આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં પાસ ધારકો સંઘના સભ્યો સહિત મુસાફરો પણ સ્વૈચ્છિક પોતાનું બ્લડ આપતા હોય છે. આ કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાન તથા નેત્ર નિદાન તેમજ મફત ડાયાબીટીસ ચેકઅપ સાથે રાહત દરે નંબરના ચશ્માં પણ આપવામાં આવે છે.
આ કેમ્પનું વિધિવત ઉદ્દઘાટન ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોક ગાયક અભેસિંગ રાઠોડ પાસધારાક સંઘના ઈન્દ્રવદન તાપિયાવાલા,ભરૂચ સ્ટેશન અધિક્ષક ડી.કે.રાજુલ, સેન્ટ્રલ વર્કિંગ કમિટી મેમ્બર પ્રદીપ ચૌહાણ સહિત મોટી સાંખ્યમાં પાસધારક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY