સુરત મ્યુનિ.ના વિવિધ ગાર્ડનમાં ફુડ સ્ટોલ ઉભા કરીને મ્યુનિ. તંત્ર ભાડું વસુલે છે પરંતુ સ્ટોલ લેનારા અને મ્યુનિ.અધિકારીની મીલી ભગતના કારણે અનેક ગાર્ડનમાં સ્ટોલ ઉપરાંત દબાણ કરવાની ફરિયાદ સામાન્ય થઈ ગઈ છે. મ્યુનિ.ના અધિકારીઓની મીલી ભગત હોવાના કારણે હજારો લોકોની અવર જવર હોય તેવા ગાર્ડનમાં સ્ટોલ ઉપરાંત ગેરકાયદે દબાણ કરવા સાથે ગંદકી પણ થઈ રહી છે. મ્યુનિ. તંત્રની બેદકારીના કારણે ગાર્ડનમાં ગેરકાયદે દબાણ ઉભા થઈ રહ્યાં છે. સુરત મ્યુનિ. તંત્ર હાલ રસ્તાપ રના દબાણ હટાવવા માટેની ઝુંબેશ કરી રહી છે પરંતુ મ્યુનિ.ના જ ગાર્ડનમાં ગેરકાયદે થતાં દબાણ દૂર કરવામાં નિષ્ફળ નિવડી છે. સુરત મ્યુનિ.એ આવક ઉભી કરવા સાથે ગાર્ડનમાં આવતા લોકોને ખાણી પીણીની સુવિધા થાય તે માટે સ્ટોલ ઉભા કરીને ભાડે આપવાની કામગીરી કરે છે. મ્યુનિ. તંત્ર સ્ટોલ ભાડે આપે છે પરંતુ કેટલાક સ્ટોલ વાળાઓ અને મ્યુનિ.ના અધિકારીઓ વચ્ચેની સાંઠગાઠના કારણે સ્ટોલ ઉપરાંતના દબાણ થઈ રહ્યાંની વ્યાપક ફરિયાદ છે. થોડા સમય પહેલાં સરથાણા નેચર પાર્ક અને અઠવાગેટ ચોપાટીમાં આવા ગેરકાયદે દબાણની ફરિયાદ થઈ હતી. હાલમાં અડાજણ જોગાણી નગર જ્યોતિન્દ્ર દવે ઉદ્યાનાં ગેરકાયદે આઈસ ડીશના સ્ટોલ ઉભા કરી દેવાની ફરિયાદ છે. ગાર્ડનમાં રિફ્રેશમેન્ટ પાર્લર માટે સ્ટોલ આપવામાં આવ્યો છે. પરંતુ સ્ટોલ સંચાલકોએ સ્ટોલની બાજુની મ્યુનિ.ની ગાર્ડનની જગ્યા અન્યને ભાડે આપી દીધી છે. ગાર્ડનની આ જગ્યામાં આઈસ ડીસ માટેનો સ્ટોલ ઉભો કરી દેવામાં આવ્યો છે. હજારો લોકો સાથે મ્યુનિ.ના અધિકારીઓની અવર જવર છે તેવા જાહેર રસ્તા પર જ ગાર્ડનમાં સ્ટોલ ઉભો કરી દેવાયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવા ગેરકાયદે દબાણના કારણે ગંદકી પણ થઈ રહી છે. મ્યુનિ.ના જ ગાર્ડનમાં ગેરકાયદે દબાણ કરીને ધંધો કરાતો હોવા છતાં મ્યુનિ.તંત્રનું મૌન અધિકારીઓની કામગીરી સામે શંકા સેવી રહ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"