સુરતમાં હવે રોગચાળા અંગે પણ ઓનલાઈન માહિતી મંગાવાશે

0
54

સુરત,
તા.૧૫/૪/૨૦૧૮

સુરતની તમામ ખાનગી હોસ્પટલ-ક્લનીકનું રજીસ્ટ્રેશન ફરજિયાત

રાજ્યની અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાની જેમ સુરતમાં ખાનગી હોસ્પટલ- ક્લનીકના રજીસ્ટ્રેશનની કામગીરી ૨૦૦૭માં અટકી પડી હતી. તે કામગીરી ફરીથી શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી પંદર દિવસમાં સુરત વિસ્તારની તમામ ખાનગી હોસ્પટલ અને ક્લનીકના રજીસ્ટ્રેશનની કામગીરી પૂરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ ક્લનીક- હોસ્પટલની રજીસ્ટ્રેશનની કામગીરી થતાં રોગચાળા સમયે તંત્રને માહિતી મેળવવામાં જે મુશ્કેલી પડે છે. તે મુશ્કેલીનો અંત આવશે. હાલમાં સુરતના કેટલાક વિસ્તારમાં રોગચાળા અંગેની ફરિયાદ વખતે દર્દીઓનો ડેટા ચોક્કસ ન મળી શકતાં કામગીરમાં અવરોધ આવ્યો હતો. આવી સ્થતિમાં રોગચળા અને દર્દી અંગેની માહિતી સચોટ મળે તે માટે સુરત શહેરની તમામ હોસ્પટલ અને ક્લીનીકના ડેટા મ્યુનિ. તંત્રને રોજેરોજ મળી રહે તે જરૂરી છે. ડેટા મ્યુનિ. તંત્રને મળે તે માટે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાની જેમ શહેર વિસ્તારની તમામ ખાનગી હોસ્પીટ અને ક્લીનીકના રજીસ્ટ્રેશનની કામગીરી થઈ હોવી જાઈએ. સુરત મ્યુનિ.એ ભુતકાળમાં ૨૦૦૭માં આ પ્રકારની કવાયત હાથ પડી હતી, પરંતુ રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થાય તે પહેલા જ અટકી ગઈ હતી.

હવે મ્યુનિ. તંત્રએ ૨૦૦૭માં અટકી પડેલી રજીસ્ટ્રેશનની કામગીરી ૨૦૧૮માં ફરી શરૂ કરી છે. આગામી દિવોસમાં રજીસ્ટ્રેશન ફી અને નિયમો બાબતે મ્યુનિ. તંત્ર મેડિકલ એસો. સાથે બેઠક કરશે અને ત્યાર બાદ રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરશે. જાકે, મ્યુનિ. કમિશ્નરે અધિકારીઓ સાથેની બેઠકમાં આ કામગીરી પંદર દિવમસામં પુરી કરવા માટે સૂચના આપી હોવાથી આ કામગીરી ઝડપભેર આગળ વધે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY