૧ લી મે ગુજરાત સ્‍થાપના દિનની રાજ્‍યકક્ષાની ઉજવણી સંદર્ભે ભરૂચના પંડિત ઓમકારનાથ ટાઉનહોલ ખાતે પ્રવાસન દિવસની થયેલી ઉજવણી….

0
16

‘ભવ્‍ય ભરૂચ” નામની ભરૂચ જિલ્લા પ્રવાસન સ્‍થળોની સચિત્ર પુસ્‍તિકાનું મહાનુભાવોના હસ્‍તે વિમોચન.

રાજ્‍ય સરકાર ધ્‍વારા ભરૂચના આંગણે ૧ લી મે ગુજરાત ગૌરવ દિન – ગુજરાત સ્‍થાપના દિવસની રાજ્‍યકક્ષાની ઉજવણી થનાર છે તે અન્‍વયે આજે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર ટાઉન હોલ ખાતે પ્રવાસન દિનની ઉજવણી ભરૂચના ધારાસભ્ય દુષ્‍યંત પટેલના અધ્‍યક્ષસ્‍થાને રાખવામાં આવી હતી.

આ પ્રસંગે નરગપાલિકાના પ્રમુખ આર.વી.પટેલ, ઉપપ્રમુખ પ્રફુલ્લા દૂધવાળા, જિલ્લા શિક્ષણાધિકારી નૈષદ મકવાણા, શાસનાધિકારી નિશાંત દવે, મુખ્‍ય અધિકારી સોની ઉપસ્‍થિત રહ્‍યા હતા.

આ પ્રસંગે ‘‘ભવ્‍ય ભરૂચ” શિર્ષક હેઠળની ભરૂચ જિલ્લાના પ્રવાસન સ્‍થળોની સચિત્ર પુસ્‍તિકાનું મહાનુભાવોના હસ્‍તે વિમોચન કરાયું હતું. ઉપરાંત ૧૨૦૦ જેટલાં લારી-ગલ્લા-ફેરીયાઓ-વિક્રેતાઓને ઓળખકાર્ડ નગરપાલિકા ધ્‍વારા એનાયત કરાયા હતા જેનું વિતરણ મહાનુભાવોના હસ્‍તે કરાયું હતું. જિલ્લા – શહેરી વિકાસ એજન્‍સી(ડુડા) ભરૂચના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાનેથી ધારાસભ્‍ય દુષ્‍યંત પટેલે ગુજરાતે પ્રવાસનક્ષેત્રે સાધેલી પ્રગતિની મહિતી આપી પ્રવાસનમાં શું શક્‍તિ છે તેની વિવિધ દાખલાઓ સાથે વિસ્‍તૃત સમજ આપી હતી. તેમણે આગામી ૧ લી મે – ૨૦૧૮ ગુજરાત ગૌરવ દિનની રાજ્‍યકક્ષાની ઉજવણી ભરૂચના આંગણે ઉજવાનાર છે ત્‍યારે નૂતન વિચારોને અમલમાં મુકી ભવિષ્‍યને વધુ ઉજ્જવળ કરવાના સંકલ્‍પનો અવસર ગણાવી આ તબક્કે જનસમુદાયના સહકાર ખૂબ જ જરૂરી હોવાનું કહ્‍યુ હતું. સ્‍વચ્‍છતા આપણા સંસ્‍કાર છે તેમ જણાવી ભરૂચ શહેરને સ્‍વચ્‍છ બનાવવા આપણે સૌ કટિબધ્‍ધ બનીએ – સંકલ્‍પબધ્‍ધ થઇએ તેવો ઉપસ્‍થિત સૌને અનુરોધ કર્યો હતો.

નગરપાલિકાના પ્રમુખ આર.વી.પટેલે ૧ લી મે – ૧૯૬૦ દિવસે ગુજરાતીઓ તરીકે ગુજરાતના ભાગ્‍યનું નિર્માણ કરવાનો એક યાત્રાનો આરંભ થયો હતો તેની વિગતે માહિતી આપી ૧ લી મે ગુજરાત ગૌરવ દિન ઉજવણીનો હાર્દ સમજાવ્‍યો હતો. તેમણે આ ઉજવણી અવસરે ભરૂચ શહેરને સ્‍વચ્‍છ રાખવા ઉપસ્‍થિત સોને ભારપૂર્વક કહ્‍યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણાએ પ્રવાસન દિન સાથે શિક્ષણ દિવસનું પણ મહત્‍વ સમજાવ્‍યું હતું. એસ.ટી. વિભાગના અધિકારી સિંધીએ સિનિયર સિટીઝનો માટે શ્રવણ તિર્થ યોજનાની માહિતી આપી હતી. પ્રારંભમાં મુખ્‍ય અધિકારી સંજય સોનીએ સ્‍વાગત પ્રવચન ર્ક્‍યું હતું

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્‍થળોની ડોક્‍યુમેન્‍ટરીનું નિદર્શન પણ રજૂ થયું હતું. આ પ્રસંગે નગરપાલિકા ના કારોબારી ચેરમેન રાજ શેખર, વિવિધ સમિઓિના ચેરમેન, સભ્‍યો, જિલ્લા અગ્રણી
જનક શાહ, નગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, નગરજનો ઉપસ્‍થિત રહ્‍યા હતા.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY