દુબઈમાં મિત્રોને મળવા ગયેલ ગુજ્જુ યુવાનની ક્રૂર હત્યા

0
57

સોઢાણા,
તા.૩/૪/૨૦૧૮

માતા-પિતાએ એકના એક પુત્ર ગુમાવતા કકડાટ

પોરબંદર પંથકના ઘણા યુવાનો વિદેશમાં કામધંધો કરી રહ્યા છે. જેમાં પોરબંદરના યુવાનો દુબઈમાં રહી, કામધંધો કરી પૈસા કમાતા હોય ત્યારે શુક્રવારના દિવસે વિસાવાડા ગામના એક શખ્સે રાણાવાવના યુવાનને દુબઈમાં ચાકુ મારી ક્રુર હત્યા કરી હતી. આ હત્યાની જાણ તેમના પરિવારજનોને થતા તેમના ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થતિનું નિર્માણ થયું હતું.

પોરબંદર પંથકના મુળ કુછડી ગામના અને હાલ રાણાવાવ રેલ્વેસ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા ભરતભાઈ કીચડીયા નામનો યુવક છેલ્લા ૭વર્ષથી દુબઈમાં ટેક્સી ડ્રાઈવરનો ધંધો કરી રહ્યો હતો. પોરબંદર પંથકનો આ યુવાન વર્ષોથી દુબઈમાં પોતાના ધંધાર્થે રહેતો હતો ત્યારે અહીં તેમની સાથે જ પોરબંદર પંથકના અન્ય મિત્રો પણ અવારનવાર સંપર્કમાં આવતા હતા. ત્યારે ભરત કીચડીયા નામનો યુવાન ગત શુક્રવારે રજા હોવાથી દુબઈ નજીકના સોનાપુર વિસ્તારમાં મિત્રમંડળને મળવા ગયો હતો.

પોરબંદર પંથકના અને વિસાવાડા ગામના યુવાન હરીશ સાથે બોલાચાલી થઈ હતી. આમ બોલાચાલી થતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો જેથી હરીશે ભરતને ચાકુના એક પછી એક ઘા ઝીંકીને મોત નિપજાવી દીધું હતું.આ બનાવ અંગેની દુબઈની સ્થાનિક પોલીસને જાણ થતા દલીત યુવાન હરીશને પોલીસે ઝડપી લીધો હતો અને ભરત નામના યુવાનની લાશને પી.એમ. માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હાલ રાણાવાવ સ્ટેશન પ્લોટમાં રહેતા ભરતભાઈ નામનો યુવાન છેલ્લા ૭ વર્ષથી દુબઈમાં ટેક્સી ડ્રાઈવરનો ધંધો કરી રહ્યો હતો. ત્યારે તેમના માતા-પિતાનું એકનું એક જ સંતાન હોય અને ભરતની વિદેશમાં હત્યા થઈ હોવાથી તેમના માતા-પિતા ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થતિ સર્જાઈ છે.

પોરબંદરના રાણાવાવ સ્ટેશન પ્લોટનો રહેવાસી ભરત કીચડીયા નામનો યુવાન ૭ મહિના પહેલા વતનમાં આવ્યો હતો અને ૧ મહિનાના સમયગાળા સુધી તે વતનમાં રોકાયો હતો ત્યારે તેમના લગ્ન થયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY