સુરત,
તા.૨૫/૦૩/૨૦૧૮
સચિન વિસ્તારમાં આવેલું એક બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. જેથી ફાયરબ્રિગડેની ટીમને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી.જેમણે રેસ્ક્્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ પ્રાથમિક તબક્કે કોઈ ઈજા જાનહાનિના સમાચાર સાંપડ્યાં નથી.
પાલી ગામમાં બિલ્ડીંગ ઘરાશાયી થયાની જાણ સ્થાનિકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને કરી હતી. જેથીપોલીસ કાફલો અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું હતુ.અને રાહત બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવીહતી. ઘટનાની જાણ આસપાસમાં થતાં લોકોના ટોળા પણ ઉમટ્યાં હતાં.જા કે, હજુ કોઈ ઈજા જાનહાનિના સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે, આસપાસ નવી બિલ્ડીંગના ખોદકામને લઈને આ ઈમારતને નુકસાન થયું હોય શકે છે.
લોકોએ જણાવ્યું હતું કે, બે માળનું મકાન એક બાજુ નમી પડતા લગભગ ૬ રૂમમાં રહેતા પરિવારના લોકોએ સમય સૂચકતા દર્શાવી હતી. અને બહાર દોડી આવ્યા હતા તેના ગણતરીના મિનિટોમાં મકાન ધરાશાહી થઈ ગયું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"