સુરતની સિવિલમાં પોલીસ કોન્સ્ટેબલે યુવકને લાકડીથી માર્યો

0
94

સુરત,
તા.૧૯/૦૩/૨૦૧૮

પોલીસની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતમાં નવી સિવિલ હોસ્પટલનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. સુરતની નવી સિવિલના ટ્રોમા સેન્ટર પાસે એક પોલીસ કોન્સ્ટેબલ યુવકને જારશોરથી લાકડી વડે ફટકારી રહ્યો છે, તેવું વીડિયોમાં જાઈ શકાય છે.

આ પોલીસ કોન્સ્ટેબલ યુવકને ‘ગાડીમાં ચલ..’ એવું કહી લાકડી વડે મારી રહ્યો છે. ડોકટર સાથે તપાસને લઇને ઝઘડો થતાં પોલીસ ટ્રોમા સેન્ટર આવી હતી. આ કોન્સ્ટેબલ ખટોદરા પોલીસ મથકનો છે.

પોલીસની આ દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ડોકટર સાથે માથાકૂટ કરતા યુવકને કોન્સ્ટેબલે લાકડીથી ફટકાર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY