લુપીન લિમિટેડ ની એકાવન માં વર્ષમાં સફળ શરૂવાત:નાગરિક પ્રત્યે ના દાયિત્વ માં સદા અગ્રસર

0
794

અંકલેશ્વર,
૧૯/૦૩/૨૦૧૮

લુપીન કોમ્યુનીટી ડે – અંકલેશ્વર સ્થિત કંપની માં લાભદાયી પ્રોગ્રામ નું આયોજન અને કોમ્યુનીટી ડે ની ઉજવણી થઈ.

અંકલેશ્વર ,ઇન્દોર સહિત દેશભર માં પ્લાન્ટ ધરાવતી દેશની નામાંકિત કમ્પની લુપીન લિમિટેડ ફાર્મા ક્ષેત્રે અગત્ય નું અને મોખરાનું નામ ધરાવે છે.કમ્પનીના આદ્યસ્થાપક શ્રી દશબંધુ ગુપ્તાજી નું ધ્યેય કોર્પોરેટ કલચર માં વિકાસ સાથે જનહિત શરૂઆત થીજ રહ્યુ છે.

જીવનરક્ષક દવાઓ ની અગ્રગણ્ય શ્રેણી માં ઉત્તરોત્તર નીતનવા સંશોધનો માં લુપીન નો સિંહફાળો રહ્યો છે.પાંચ દાયકા માં લુપીન લિમિટેડ માત્ર પોતાની નહીં પણ નાગરિક ની પ્રગતિ પ્રત્યે પણ સકારાત્મક દ્રષ્ટિકોણ રાખી પ્રજાલક્ષી કામો આગ, અકસ્માત, દુકાળ,ભૂકંપ, અતિવૃષ્ટિ સમયે તંત્ર ની પડખે હર હમ્મેશ ઉભી રહી છે.

ઔદ્યોગિક વિકાસ સાથે ટેક્નિકલ ડેવલપમેન્ટ માં પર્યાવરણ,આંતરિક અને બાહ્ય સુરક્ષા,કામદાર પ્રત્યે ની જવાબદારી માં હમ્મેશ સભાનતા સાથે સકારાત્મક અભિગમ દાખવી દેશમાં દીવાદાંડી પુરવાર થઇ છે

લુપીન હ્યુમન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર તાલુકાના કાકડકુઈ અને સાજોદ ગામને દત્તકલઇ ગામ માં આદર્શશાળા ,પશુપાલન ક્ષેત્ર ને અગ્રિમસ્થાન,
નારી સશક્તિકરણ બહેનો ની આવક વધારવા સિવણ કલાસીસ સહિત સિલાઈ મશીન આપવા,બ્યુટીપાર્લર ના કોર્સ સહિત કીટ વિતરણ જેવા ઉમદા લોકોપયોગી કાર્યો થતા રહે છે.

સજોદ,માટીએડ,દિગસ,નેત્રંગ કાકડકુઈ જેવા અંતરિયાળ ગામો માં ખેતવિકાસ પીવાના શુદ્ધજળ ની સુવિધા ,શાળાઓ માં વિજ્ઞાન લેબ આંગણવાડી માં ભણતર ને લગતા સાધનો રમકડાં વગેરે આપવામાં આવેલ છે.

સીએસઆર પ્રીગ્રામ અંતર્ગત સ્વચ્છતા અભિયાન,શૌચાલયો TB નું રસીકરણ અંતરગત સરકારી આરોગ્યવિભાગ સાથે ખભેખભો મિલાવી 50000 થી વધુ ગ્રામજનો ને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ ફરવવાનું શ્રેય લુપીન લિમિટેડ ના ફાળે જાય છે.

ઓસ્ટ્રેલિયા માં થતું લુપીન નામ નું ફૂલ નું વાવેતર જયા જ્યાં થાય છે તે સમગ્ર જમીન આપોઆપ ફળદ્રુપ થાય છે તેજ રીતે લુપીન લિમિટેડ જ્યાં જ્યાં વિસ્તાર પામે છે તે દરેક સ્થળે પોતાના સીએસઆર અંતર્ગત કરાતા લોકસેવા ના કામો થી અને લોકૂયોગી વિચારધારાથી પોતાની સુવાસ ફેલાવતું રહયુ છે અને આવનાર સમય માં પણ આજ ધ્યેય સાથે આગળ વધશે તેવી આશા વ્યક્ત કરાઇ હતી.

આ સમગ્ર સફળ પ્રોગ્રામ નું આયોજન પિંકી પરમાર અને જનરલ મેનેજર (એચ આર) દિગંત છાયા ના નેતૃત્વ અને દોરવણી માં પૂર્ણ થયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY