અમદાવાદ,
તા.૧૯/૦૩/૨૦૧૮
સ્કૂલોની ગેરરીતિ સામે વાલીમંડળનો તખ્તો તૈયાર..!!
ફી બાબતે વાલીઓ સાથે મનમાની કરતી સ્કૂલોના સંચાલકોને પાઠ શીખવવા વાલીમંડળે તખ્તો તૈયાર કર્યો છે. અમદાવાદના વાલી સ્વરાજ મંચ સહિતના વાલીમંડળોની એક બેઠકમાં નિર્ણય લેવાયો છે કે સુપ્રિમ કોર્ટમાં ગયેલી સ્કૂલોના ઓડિટેડ નાણાકીય હિસાબો સહિતની તમામ વિગતો માગવામાં આવશે.
ઈમૈલ દ્વારા તમામ માહિતી માંગીને વાલીમંડળો સ્કૂલોના સંચાલકોની ગેરરીતિ બહાર લાવશે. ગુજરાત બોર્ડની મોટી ખાનગી સ્કૂલો વર્ષે કરોડો રૂપિયા કમાવા છતાં પણ સરકારના ફી નિર્ધારણ કાયદાને માનવા તૈયાર નથી અને ફી ઘટાડવા તૈયાર નથી, તેથી સુપ્રિમ કોર્ટમાં ગયેલી આ મોટી સ્કૂલોની માહિતી માંગી વાલી મંડળો હવે સંચાલકોને સમાજ સામે ખુલ્લા પાડશે અને નફાખોરી સહિતની ગેરરીતિ બહાર લાવશે.
વાલીમંડળે કરેલા નિર્ણય પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા માન્ય ખાનગી પ્રાથમિક શાળાનું ટ્રસ્ટ,શાળાની માન્યતાના પત્રો, ટ્રસ્ટી મંડળના સભ્યોના નામ, ઉપલબ્ધ સગવડ,તથા રજિસ્ટ્રેશન નંબરની માહિતી માગશે. ઉપરાંત સરકારના ૧૯૯૮ના જાહેરનામાનું પાલન થયુ છે કે નહી અને ન થયુ હોય તો જવાબદાર અધિકારીઓ, નિરીક્ષકોના વર્ષવાર નામ હોદ્દાની માહિતી મંગાશે.
આ માહિતી ઉપલબ્ધ ન હોય કે ચોરાઈ ગઈ હોય તો પોલીસ કેસ કે પંચનામાની નકલની માહિતી પણ મંગાશે. આ ઉપરાંત વાલીમંડળો ડીઈઓ કચેરીમાંથી આરટીઆઈ કરીને શિક્ષકોની વોલિફિકેશન, સ્કૂલમાં માન્ય વર્ગો તથા સ્કૂલ ટ્રસ્ટની તમામ માહિતી માંગશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"