સૂરતઃ
બેડમિન્ટન ક્ષેત્રે ઉગતા રમતવીરોને ઉજ્જવળ તક મળે તેવા આશયથી સુરત જિલ્લા બેડમિન્ટન એસોસિએશન અને સુરત બેડમિન્ટન ક્લબના નેજા હેઠળ આગામી તા. ૨૭, ૨૮ અને ૨૯ એપ્રિલના રોજ સુરતના વિવિધ બેડમિન્ટન કોચ અને વાલીઓના સહકારથી સુરતમાં બીજી વાર ‘સુરત પ્રિમીયર બેડમિન્ટન લીગ (જુનીયર)’નું આયોજન એથેલીકા, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ઈન્ડોર સ્ટેડિયમની બાજુમાં કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગિતા ૬ ટીમો વચ્ચે લીગમાં રમાશે. જેમાં ૧૦ થી ૧૭ વર્ષની વયના ૯0 નવયુવાન ખેલાડીઓ ભાગ લેશે. આ લીગ ટુર્નામેન્ટમાં પાંચ વિભાગોમાં તમામ ખેલાડીઓની તેમની નિપુણતા પ્રમાણે વહેંચણી કરવામાં આવી છે.
સુરત જિલ્લા બેડમિન્ટન એસોસિએશન પ્રેસિડેન્ટ પ્રો.એસ.એ.રાવળના જણાવ્યા મુજબ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવે તો દેશનું રમતગમતની ગુણવત્તા અને સ્તર આપોઆ૫ ઊંચું આવશે. સુરત ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસીએશન અને સુરત બેડમિન્ટન ક્લબ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા હરહમેશ તૈયાર રહેવાની વૃતિ ધરાવે છે. આ પ્રકારની ટુર્નામેન્ટના આયોજન થી સુરતમાં સ્પોર્ટસ કલ્ચરનો વિકાસ શકય બન્યો છે.
સુરત બેડમિન્ટન કલબના પ્રેસીડેન્ટ ડો.પરેશ શાહે કહ્યું કે, સુરતનું ખેલકુદના ક્ષેત્રમાં ભવિષ્ય ખુબ જ ઉજળું ભાસે છે. ભવિષ્યમાં આવી ટુર્નામેન્ટો સુરતને વૈશ્વિક ઓળખ અપાવશે. તેમણે ભવિષ્યમાં વધુમાં વધુ ખેલપ્રેમીઓ અને ખેલાડીઓ બેડમિન્ટન લીગમાં ભાગ લેશે તેવી આશા અને અપેક્ષા વ્યક્ત કરી હતી.
બેડમિન્ટન કોચ મિતેશભાઇ મહેતાના જણાવે છે કે, “આપણા સુરતમાં બેડમિન્ટનના સારા ખેલાડીઓની ખોટ નથી, અને આ ટુર્નામેન્ટમાં બહોળી સંખ્યામાં સામેલ ખેલાડીઓની આવડત, ધગશ અને ઉત્સાહ જોઈને મારો પણ ઉત્સાહ બેવડાયો છે. અન્ય ઉગતા ખેલાડીઓને આવા આયોજનથી પ્રેરણા મળે છે એમ તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત પેરેન્ટસ બેડમિન્ટન કલબ દ્વારા સીનીયર લીગ પણ દર ત્રણ મહિને યોજવામાં આવનાર છે.
આ બેડમિન્ટ ટુર્નામેન્ટમાં મહેતા મારવેલ, સનસીટી રેકવીટીયસ, ટોર્નેડોઝ, મોમી મેડ ઈટ ચેમ્પીયન, સોની સેન્ટર સ્મેશર્સ એમ ટીમોની વહેચણી કરવામાં આવી છે. લીંગ માટે નિષ્ણાંત કોચ આયુષ, ઇલિયાસ, સમીર, મનીક, અભી, વિવેક એમ નિષ્ણાંત કોચ નક્કી કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"