સુરત,
તા.૮/૩/૨૦૧૮
સરથાણામાં મેજેસ્તિકા હાઈટ્સમાં રહેતા વિજયભાઈ વધાસિયાએ પત્ની અને પુત્ર સાથે સામૂહિક આપઘાત કરી લીધો હતો. પોલીસ તમામ પાસાઓને લઈને તપાસ કરી રહી છે. દરમિયાન વિજયનો ફોન પોલીસ કબજે કર્યો છે. જેમાં ક્લબની મેમ્બરશીપના નાણાં ભરવાના બાકી હોવાનો કોલ આવ્યો હતો. તપાસ કરતા આ ક્લબમાં વિજયને મેમ્બરશીપ માટે ૪.૨૦ લાખ ભરવાના હતા.
સરથાણામાં યોગીચોક ખાતે શ્યામલ પેલેસની બાજુમાં મેજેસ્તિકા બિલ્ડીંગમાં રહેતા વિજય ચતુરભાઈ વઘાસિયા,તેનાં પત્ની રેખાબહેન અને પુત્ર વીરએ ગત્ તા. ૨૮મી ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે પોતાની બિલ્ડીંગના બારમા માળેથી પડતું મૂકી સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં સરથાણા પોલીસ વિવિધ પાસાઓને લઈને તપાસ કરી રહી છે. વિજય વઘાસિયાનો ફોન પોઈ ચૌધરી પાસે હતો. તેવામાં એક કોલ આવ્યો. સામે છેડેથી એક ક્લબના સંચાલક બોલતા હતા. જેણે હિન્દીમાં વાત કરી કહ્યું કે તમારે મેમ્બરશીપનાં નાણાં ભરવાના બાકી છે તે ચૂકવી આપજા. સામે છેડેથી પોઈ ચૌધરીએ વાત કરીને જાણ્યું તો ખ્યાલ આવ્યો કે આ ક્લબમાં દર મહિને રૂ. ૧૦,૨૫૦ ચૂકવવાના હતા.
પોલીસ કબજામાં રહેલા વિજયના ફોનમાં આવેલા ક્લબની મેમ્બરશીપના હપતાના નાણા ભરવાના ફોન બાદ પોલીસ તપાસ કરી હતી. જેમાં વિજયને આ ક્લબની લાઇફ ટાઈમ મેમ્બરશીપ મેળવવા માટે રૂ. ૪.૨૦ લાખ ભરવાના હતા. આ ક્લબની મેમ્બરશીપ વિજયે મેળવી હતી. ત્યારે અન્ય કોઈ ક્લબમાં તે મેમ્બર હતો કે કેમ એ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
હવે પોલીસ માટે યક્ષ પ્રશ્ન એ છે કે બે ટકા લેખે રકમ લીધી એ રકમ ચાર ટકા લેખે કઈ વ્યક્તિને આપી હવે પોલીસ આ વ્યક્તિને શોધી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"