રમજાનમાં કાશ્મીરને રક્તરંજિત કરવાનો આતંકીઓનો નાપાક પ્લાન

0
67

ન્યુ દિલ્હી,તા.૧૫
રમજાનમાં જમ્મૂ કશ્મીરમાં રક્ત રેડવાનો આતંકીઓએ પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે. રમજાનના પાક મહિનામાં પાકિસ્તાન આતંકીઓ હુમલો કરે તેવી શકયતા છે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાનના આતંકીઓ જમ્મૂ કશ્મીરમાં નિશાન બનાવે તેવી શકયતા છે. મુંબઈમાં ૩૨ વર્ષીય પાકિસ્તાનના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ અને જમ્મૂ કશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરી બાદ તમામ એજન્સીઓ સતર્ક થઈ છે.
આતંકીઓ રમજાન અને અમરનાથ યાત્રા પર હુમલો ન કરે તેના માટે તમામ એજન્સીઓ સતર્ક થઈ છે. અર સાથે અને જમ્મૂ કશ્મીર પોલીસને પણ તમામ ભાગમાં સુરક્ષા માટેના આદેશ આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આતંકીઓ ૧૭ મેના રોજ જમ્મૂ કશ્મીરના કેટલાક ભાગમાં હુમલો કરે તેવી શકયતા છે. જેના કારણે તમામ એજન્સીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
આ સાથે જ હવે જમ્મૂ શહેર અને સીમાથી જાડાયેલા વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા રાત્રે પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવી છે, અને ર્ન્ંઝ્ર પર પણ પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે. તમામ વિસ્તારોમાં નાઈટ વિઝન કેમેરા અને થર્મલ ઈમેજિંગ ડિવાઈસના આધારે દેખરેખ કરવામાં આવી રહી છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા બોર્ડર પર તૈનાત કરવામાં આવેતા જવાનોને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કોઈ પણ આતંકી ઘુસણખોરી ન કરી શકે તેના માટે આદેશ આપવામા આવ્યા છે. આ સાથે તમામ વિસ્તારોના જવાનોને રાતે જાગવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY