સુરત ઇન્કમટેક્સ ખાતામાં ચાલુ વર્ષે એડવાન્સ ટેક્સમાં ૨૦૦ કરોડનો વધારો

0
38

સુરત ઇન્કમટેક્સ વિભાગને ચાલુ નાણાંકીય વર્ષમાં સોંપવામાં આવેલા રૂ.૩૬૧૫ કરોડના લક્ષ્યાંકમાંથી ૩૫૦૧ કરોડ એટલે કે ૯૬.૮૫ ટકા જેટલો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.જેથી માર્ચ માસના બાકી દિવસોમાં સુરત ઈન્કમ ટેક્સ વિભાગનો ટારગેટ સિધ્ધ થવાની સંભાવના વધી છે. સુરત આયકર વિભાગને પુરા થતાં નાણાંકીય વર્ષ-૨૦૧૭-૧૮ માટે સીબીડીટી દ્વારા કુલ રૂ.૩૬૧૫ કરોડનો લક્ષ્યાંક સોપવામાં આવ્યો હતો. જે પૈકી તા.૧૮ માર્ચ સુધીમાં સુરત તથા વલસાડ ઈન્કમ ટેક્સ મળીને કુલ રૂ.૩૫૦૧ કરોડની ટેક્સ વસુલાત કરી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જેમાં વલસાડ આયકર વિભાગના૧૦૪૪ કરોડની ટેક્સ વસુલાતનો આંક છે. અત્રે નોંધનીય છે કે વલસાડ સીઆઈટી વિભાગને ૧૦૦૦ કરોડનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યો હતો. પરંતુ ટેક્સ વસુલાત લક્ષ્યાંકથી પણ વધુ થવા પામી છે. આમ માર્ચ માસના અંતિમ દિવસોમાં દશ બાર દિવસ બાકી છે ત્યાં સુધીમાં સુરત આયકર વિભાગે ૯૬.૮૫ ટકા લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. સમગ્ર ગુજરાત આયકર વિભાગને ચાલુ નાણાંકીય વર્ષ માટે કુલ રૂ.૪૭૪૪૦ કરોડનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યો હતો. જે માર્ચ માસના અંતિમ દિવસો બાકી છે ત્યારે તા.૧૮મી માર્ચ સુધીમાં રૂ.૪૩૨૬૭ કરોડની ટેક્સ વસુલાત થવા પામી છે. જેથી સમગ્ર ગુજરાત ઇન્કમટેક્સ વિભાગને સોંપવામાં આવેલા લક્ષ્યાંક પૈકી ૯૦.૯૯ ટકા લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે. સુરત ઇન્કમટેક્સ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ચાલુ નાણાંકીય વર્ષમાં માર્ચ માસના આખરી હપ્તામાં કુલ રૂ.૮૦૦ કરોડનો એડવાન્સ ટેક્સ વિભાગમાં જમા થયો હતો. જે વીતેલા નાણાંકીય વર્ષમાં રૂ.૬૦૦ કરોડનો હતો. જેથી ગયા વર્ષની તુલનાએ આજના દિવસે ચાલુ નાણાંકીય વર્ષમાં વધુ રૂ.૨૦૦ કરોડનો એડવાન્સ ટેક્સ જમા થવા પામ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY