૩૫૦૦ કરોડના સમૃધ્ધ જીવન કુ.નાં કૌભાંડમાં દ.ગુજ.માં ૧૨ સ્થળે દરોડા

0
80

સમૃધ્ધ જીવન મલ્ટી સ્ટેટ એન્ડ મલ્ટી પર્પઝ કો.ઓ.સોસાયટીના રાષ્ટ્રવ્યાપી રૂ. ૩૫૦૦ કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમના સુરત યુનિટે આજરોજ દ.ગુજરાતના ૧૨ સ્થળોએ છાપો મારી કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, દસ્તાવેજો કબ્જે કર્યા હતા. સી.આઈ.ડી.ના ક્રાઈમના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સાડા પાંચ વર્ષ માટે ફિક્સ ડીપોઝીટ મૂકી રકમ બમણી કરો તેમજ તમે અમારા ઘેટા-બકરા-ગાયમાં રોકાણ કરી તેના દૂધની આવકમાં ભાગીદાર બની વળતર મેળવો તેવી યોજના થકી સમગ્ર દેશમાં લગભગ બે લાખ રોકાણકારો પાસેથી રૂ. ૩૫૦૦ કરોડ પડાવી ઉઠમણું કરનાર સમૃધ્ધ જીવન મલ્ટી સ્ટેટ એન્ડ મલ્ટી પર્પઝ કો.ઓ. સોસાયટી વિરુધ્ધ ગત માસમાં સીઆઈડી ક્રાઈમમાં સુરત, અમદાવાદ, રાજકોટ ખાતે ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. સુરત ખાતે અમરોલીના એજન્ટ ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૩.૮૧ કરોડની ઠગાઈનો આંક અંદાજીત રૂ. ૧૨ કરોડ હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમના પી.આઈ. પ્રમોદ નરવાડે અને ટીમે આજરોજ સુરત, વલસાડ, આહવા, ડાંગ, બીલીમોરા, વ્યારાના કુલ ૧૨ જેટલા સ્થળોએ સમૃધ્ધ જીવનની ઓફિસમાં છાપો માર્યો હતો. સુરતના ઉધના મેઈનરોડ ખાતે સિલિકોન શોપર્સમાં આવેલી ઓફિસ સહિતના સ્થળોએથી સીઆઈડી ક્રાઈમે કોમ્પ્યુટર, હાર્ડડિસ્ક, રજીસ્ટર અને દસ્તાવેજો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY