સુરત પોલીસે 24 કલાકમાં 20 કરોડની લૂંટનો ગુનો ઉકેલી નાંખ્યો

0
741

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગ્લો સ્ટાર ડાયમંડના 20 કરોડ રૂપિયાના હીરા ભરેલી બેગની લૂંટ કરવામાં આવ્યા બાદ સુરત પોલીસે માત્ર 24 કલાકમાં લૂંટનો ભેદ ઉકેલી નાંખવામા સફળતા હાંસલ કરી છે. ઘટના સંદર્ભે હજુ સુધી પોલીસે સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ લૂંટમા સંડોવાયેલા લૂંટારૂ સહિત અરવિંદ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ કરવામા આવી રહી છે.
આજથી બે દિવસ પહેલા કતારગામ વિસ્તારમાં આવેલી ગ્લો સ્ટાર ડાયમંડના કર્મચારીઓ સેફ લોકરમાં હીરા ભરેલી બેગ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે પાંચથી છ જેટલા લૂંટારૂઓએ કર્મચારીઓને રસ્તા વચ્ચે આંતરીને 20 કરોડ રૂપિયાના હીરા ભરેલી બેગની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવી લૂંટારૂઓ ભાગી ગયા હતા પરંતુ લૂંટારૂઓ સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. લૂંટારૂઓના ફૂટેજ દરેક જગ્યાએ ફરતા કરવામા આવ્યા હતા.

ગુજરાતની સૌથી મોટી મનાતી લૂંટમાં સુરતના પોલીસ કમિશર સતીશ શર્મા સાથે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી અને ગુનાના ઉકેલ માટે અમદાવાદથી એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કામે લગાડવામાં આવી હતી. આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લૂંટ અંગે અલગ-અલગ ટીમ બનાવી કતારગામ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન પોલીસને કડીઓ મળી હતી કે ગ્લો સ્ટાર ડાયમંડના સિક્યોરીટીવાળા પણ લૂંટારૂઓ સાથે સંડોવાયા હોવાની શંકા છે. સિક્યોરીટીવાળાઓના ફોની તપાસ કરવામા આવતા સિક્યોરીટીવાળા અને લૂંટારૂઓ વચ્ચે મોબાઈલ ફોન પર વાત કરી હોવાનું ટ્રેસ થયું હતું. પોલીસે પળનો પણ વિલંબ કર્યા વગર સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આવેલા દેવત ગામમાં દરોડા પાડ્યા હતા. દેવત ગામમાંથી પોલીસે માહિત નામના યુવાનની તપાસ કરી હતી તો મોહિત યુપીનો હોવાનું બહાર આવ્યું હતું. સિક્યોરીટી સાથે મળીને લૂંટનું ષડયંત્ર ઘડયું હતું. પોલીસે બાઈક અને મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વિગતો મુજબ દેવત ગામમાંથી મોહિતે 20 કરોડના હીરા અડાજણ ખાતે પોતાના સંબંધીને ત્યાં ખસેડી લીધા હતા. પોલીસે અડાજણ ખાતે રેડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હચો. આ ઉપરાંત અરવિંદ નામની વ્યક્તિની પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર મનાતો મોહિત ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY