સુરતના ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ માટે રાહત નહીઃ પર્સનલ ટેક્સ સ્લેબમાં ફેરફાર નહી થતા નિરાશા

0
80

સુરત,

કેન્દ્રીય નાણાંમંત્રી અરૃણ જેટલીએ રજુ કરેલી બજેટની દરખાસ્ત અંગે સુરતના ટેક્સ નિષ્ણાંતોના મિશ્ર પ્રત્યાઘાતો સાંપડયા છે. કેન્દ્રીય બજેટને  સ્ટાર્ટ અપ ઈન્ડીયા મેક ઈન ઈન્ડીયા તથા ડીજીટલ ઈન્ડીયાને આગળ ધપાવવા સાથે ખેતી-ગ્રામીણ તથા લઘુ-મધ્યમ ઉધોગોને પ્રાધાન્ય આપી નવા ભારતના નિર્માણના વિશ્વાસનું પ્રતિબિંબ આપતું બજેટ ગણાવાયું છે.  અલબત્ત સુરતના ટેક્ષટાઈલ,હીરા ઉધોગ માટે કોઈ રાહત ન મળવા સાથે પર્સનલ ટેક્સ સ્લેબમાં અપેક્ષિત ફેરફાર ન આવતા કરદાતાઓને નિરાશા થઈ છે. કેન્દ્રીય બજેટની વિવિધ દરખાસ્તોમાં ગરીબીને નાથવા માટેની યોજના,પ્રદૂષણ નિયંત્રણ યોજના, એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમના ફંડની જોગવાઈ, શિક્ષણ-આરોગ્ય લક્ષી દરખાસ્તો આવકારદાયક છે એમ સી.એ મિતિશ મોદીએ જણાવ્યું છે.  લઘુત્તમ ટેકાની નવી પોલીસી હેઠળ દરેક ખેડુતને ખેતપેદાશો પર ૧૫૦ ગણી રકમ ટેકાના ભાવ મળશે તેવું વચન નાણાં મંત્રીએ આપ્યું છે. તદુપરાંત ૪૨ જેટલા મેગા ફુડ પાર્ક શરૃ કરવા સાથે ફુડ પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટમાં નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ હેઠળ ૧૦ કરોડ ગરીબ પરિવારને રૃ.૫ લાખ ચુકવવાની દરખાસ્ત છે. મધ્યમ, લઘુ તથા સૂક્ષ્મ ઉધોગો માટે રૃ૩,૭૯૪ કરોડની ફાળવણી કરી ઔધોગિક વિકાસ સાથે નવી રોજગારીના સર્જનની વાત છે. ુકેન્દ્રીય બજેટની દરખાસ્તમાં પ્રત્યક્ષ વેરા દ્વારા થનારી આવકના વધારાના દરની નોંધ સાથે અંદાજે ૮૫.૮૧ લાખ નવા કરદાતા ઉમેરાયા છે. ડીજીટલ ઈન્ડીયાને આગળ વધારવા ઈ-એસેસમેન્ટની નવી સ્કીમ સાથે હાલમાં ૧૦૨ શહેરોને આવરી લેવાયા છે. કુલ એજ્યુકેશન તથા હાયર એજ્યુકેશન સેસને ૩ ટકાને બદલે ૪ ટકા કરાયો છે. કેશલેશ ઈકોનોમીના ખ્યાલ હેઠળ હવેથી રોકડ ખર્ચ પર ૩૦ ટકા ટેક્ષ ભરવો પડશે. જેથી હવેથી ટ્રસ્ટ પણ કોઈપણ ખર્ચાની ચુકવણી રોકડેથી કરી શકશે નહીં. કેપીટલ ગેઈન હેઠળના બોન્ડના રોકાણમાં ત્રણ વર્ષને બદલે પાંચ વર્ષની સમયમર્યાદા થઇ છે. તદુપરાંત વર્ષ દરમિયાન રૃ.૨.૫૦ લાખ કે તેથી વધુ રકમના નાણાંકીય વ્યવહારો પર ફરજિયાત પાન લેવો પડશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY