ઉનાળાની આગઝરતી ‘એન્ટ્રી’: ૧૩ શહેરમાં પારો ૩૫ ડિગ્રીને પાર

0
116

ફેબુ્રઆરી મહિનો હજુ પૂરો પણ થયો નથી ત્યાં રાજ્યના ૧૩ શહેરમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીને પાર થઇ ચૂક્યો છે. આ પૈકી ઈડર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર એમ પાંચ શહેરમાં ૩૭ ડિગ્રીથી વધારે ગરમી નોંધાઇ છે. આમ, રાજ્યભરમાં ઉનાળાએ આગઝરતી ‘એન્ટ્રી’ કરી છે. અમદાવાદમાં આજે ૩૫.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ ગત રાત્રિએ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો ૧૬.૭ ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રીને પાર થઇ શકે છે. અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષમાં ફેબુ્રઆરીમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રીને પાર થયો હોય તેવું ૨૦૧૦, ૨૦૧૫ અને ૨૦૧૭ એમ બે જ વાર બન્યું છે. અમદાવાદમાં ખાસ કરીને બપોરે અસહ્ય તાપનો પ્રારંભ થઇ ગયો છે.આજે ૩૭.૬ ડિગ્રી સાથે ઈડરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજકોટમાં સતત ત્રીજા વર્ષે ફેબુ્રઆરીમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રીને પાર થયો છે. રાજ્યમાં ક્યાં વધારે ગરમી?

શહેર ગરમી

ઈડર        : ૩૭.૬

સુરેન્દ્રનગર : ૩૭.૩

રાજકોટ     : ૩૭.૦

પોરબંદર   : ૩૭.૦

અમરેલી    : ૩૬.૬

સુરત       : ૩૬.૪

મહુવા      : ૩૬.૨

દીવ        : ૩૬.૧

ભૂજ        : ૩૫.૮

વડોદરા    : ૩૫.૬

નલિયા     : ૩૫.૬

અમદાવાદ : ૩૫.1

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY