ચેરીટી કે સામાજિક મુદ્દા સાથે થતી મેરેથોનને બદલે સુરતે નવો રાહ ચિંધ્યો
સુરત,
ન્યુ ઈન્ડિયના સંકલ્પ સાથે સુરતમાં યોજાયેલી મેરેથોન દોડના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરપેટ વખાણ કરતાં કહ્યું કે, આવા પ્રકારની ઈવેન્ટ ચેરીટી કે સામાન્ય મુદ્દાઓ સાથે થાય છે પરંતુ સુરતે આઝાદીના દિવાનાઓના સપના પુરા કરવા સાથે જાતિ, સંપ્રદાય અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાના હેતુથી મેરેથાન યોજી દેશને નવી રાહ બતાવી છે. ૧૨૫ કરોડની જનતા નક્કી કરે તો ભારતને દુનિયામાં સર્વોપરી બનતા કોઈ રોકી નહીં શકે. સુરતની રન ફોર ન્યુ ઇન્ડિયા નાઈટ મેરેથોનને ફેલેગ બતાવવા પહેલા લોકોને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત અને સુરતીઓના વખાણ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, ૧૯૪૨માં ગાંધીજીએ અંગ્રેજો માટે ભારત છોડોની ચળવણ કરી હતી. તેના પાંચ વર્ષ બાદ ૧૯૪૭માં ભારતને આઝાદી મળી હતી.આજે સુરતે ન્યુ ઈન્ડિયના કન્સેપ્ટ સાથે મેરેથોન યોજી છે તેના પાંચ વર્ષ બાદ આઝાદીને ૭૫ વર્ષ પુરા થાય છે. સુરતની આ દોડ આઝાદીના દિવાનાઓના સપના પુરા કરવા માટેની છે. આપણે નવું ભારત બનાવવાનું છે, નવું ભારત જાતિવાદના ઝેરથી મુક્ત, સંપ્રદાય વાદ વિવાદથી પર અને ભ્રષ્ટાચારને સ્થાન ન હોય તેવું બનાવવાનું છે. આ ઉપરાંત ગરીબી અને ગંદકી મુક્ત, દેશના નવ યુવાનોના સપના પુરા થાય તે માટેનું છે. સુરતે ન્યુ ઈન્ડિયાના નારા સાથે ભારતને એકતા સાથે જોડીને દોડીને આઝાદીના દિવાનોના સપના સાકાર કરવાનું કામ કર્યું છે. ભારતની ૧૨૫ કરોડની જનતા ઈચ્છે અને નક્કી કરે તો ભારતને વિશ્વમાં સૌથી આગળ થવામાં કોઈ રોકી શકે તેમ નથી. વધુમાં કહ્યું કે, દોડ માટે ફીટનેશ જરૃરી છે. જે દેશનો નાગરિક ફીટ તેે દેશ ક્યારેય પણ અનફીટ નહીં હોય શકે.
વડા પ્રધાને એડવાન્સમાં હોળીની શુભેચ્છા આપી
મેરેથોન દોડ માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોળી પહેલા જ સુરતીઓને હોળીની શુભેચ્છા પાઠવી દીધી હતી. તેમણે કહ્યું કે, જે રીતે સુરત મેરેેથોનના વિડિયો ગઈકાલે સોશિયલ મીડિયા પર નિહાળ્યા, દોડ માટેની રોશની જોતાં એવું લાગ્યું કે સુરતીઓએ હોળી પહેલાં જ રોશનીના રંગોથી હોળીની ઉજવણી કરી દીધી છે. સુરતીઓ ઉપરાંત હોળીની ઉજવણી જેના માટે અગત્યની હોય તેવા ઉત્તર પ્રદેશવાસીઓને પણ હોળીની શુભેચ્છા એડવાન્સમાં વડા પ્રધાને આપી હતી.
સુરતીઓ જે વિચારે તે કરીને જ રહે છે
વડાપ્રધાન મોદીએ પોતાની સ્પીચમાં સુરતના લોચો અને ઉંધીયાને પણ યાદ કર્યું હતું. મોદીએ કહ્યુ કે, સુરત લોચા અને ઉંધીયા પાર્ટી માટે જ વખણાય છે પરંતુ સુરતીઓ જે નિર્ણય કરે અને વિચારે તે કરીને જ રહે છે તેનું પરિણામ આ મેરેથોન દોડ છે. હોળીની શુભેચ્છા આપ્યા બાદ સુરતમાં ૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભાઈ પટેલની જન્મ જયંતિ પર રન ફોર યુનિટી અને ૨૧ જુલાઈના વિશ્વ યોગ દિવસે યોગના કાર્યક્રમ મોટા પ્રમાણમાં કરવામાં આવે તેવી વાત કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"