સુરત,તા.૧૯
દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હવાના મધ્ય સ્તરે સર્જાયેલું એક અપર એર સાઈકલોનિક સરક્યુલેશન યથાવત રહેવાની સાથે વિસ્તર્યું છે. આ સિસ્ટમ સમુદ્રની સપાટીથી ૩.૧ થી ૭.૫ કિલો મીટર સુધી વિસ્તરી છે, જેને કારણે અરબી સમુદ્રના પિૃમી તટ ઉપર સમુદ્ર તોફાની રહેવાની સાથે વરસાદની ગતિવિધિ પણ વધારે રહેશે.
જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ગોરંભાયેલા વાદળો અકબંધ રહ્યા હતા. ખાસ કરીને સુરતમાં સવારથી સાંજ સુધીમાં ૦.૧૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ચોર્યાસીમાં ૦.૦૨, મહુવા અને કામરેજમાં ૦.૧૩, માંડવી ૦.૦૬, માંગરોળ ૧.૪ ઈંચ, ઓલપાડ ૦.૦૬, પલસાણા ૦.૦૯ અને ઉમરપાડામાં ૦.૧૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.
જ્યારે ઉકાઈ ડેમની સપાટીમાં આજે આંશિક વધારા બાદ ૨૯૫.૩૨ ફૂટે ડેમ સ્થિર થયો હતો. તેમજ ૨૯,૦૦૦ કયુસેકની આવક ચાલુ રહી હતી. જ્યારે હથનુર ડેમની સપાટી ૨૦૯.૬૪ મીટરે સ્થિર કરાઈ છે અને ત્યાંથી ડિસ્ચાર્જ ઘટીને ફકત ૨૨૦૦ કયુસેક કરાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



