વડોદરામાં ૪ ઇંચ વરસાદ, સિટી બસ સેવા બંધ, અલકાપુરી ગરનાળુ બંધ કરાયુ

0
6

વડોદરા,તા.૧૯
મેઘરાજાએ વડોદરામાં એન્ટ્રી મારી છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર પડી રહી છે. ભારે વરસાદના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
વડોદરામાં થોડી કલાકોમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેના પગલે શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ ગયુ છે. સિટી બસ સેવા પણ બંધ કરવાની ફરજ પડી છે. એક બસ પાણીમાં ફસાઈ ગઈ હતી.
વડોદરા શહેર અને તેની આસપાસના પંથકમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. શહેરમાં ચાલતી સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. પરિણામે નોકરી ધંધે જતા અનેક લોકો અટવાઇ પડ્યાં છે.
સવારે શાળાએ જતાં બાળકોને લેવા માટે સ્કૂલ વાનો ન પહોંચતા શાળાઓમાં પાંખી હાજરી જાવા મળી હતી. વડોદરા શહેરનાં અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ જતાં ગરનાળામાંથી અવર-જવર બંધ થઇ ગઇ હતી.
વાઘોડિયા રોડ પરની સોસાયટીઓમાં ઘુસ્યા પાણી ગયાના અહેવાલ છે. તેવી જ રીતે ભારે વરસાદના કારણે અકોટા ગામમાં ભરાયા પાણી. અકોટા ગામના ઘરોમાં અને રસ્તા પર પાણી પાણી થઈ ગયાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY