લો પ્રેશરના પગલે સુરતમાં સવારે વરસાદી છાંટા

0
95

લો પ્રેશરની બનેલી સિસ્ટમના પગલે આજે વહેલી સવારે હવામાનમાં ફેરફાર આવીને શહેરમાં વાદળીયા હવામાન સાથે છાંટણા પડતા ખેડુતો ચિંતિત થઇ ઉઠયા હતા.આજે તાપમાન ૩૪.૮ ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ હાલમાં દક્ષિણ ભારત થી મધ્યપ્રદેશ ની વચ્ચે એક લો પ્રેશરની સિસ્ટમ બની છે. આ સિસ્ટમના પગલે આજે સવારે શહેરના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.અને ઠેરઠેર વરસાદી છાંટા પડયા હતા.આકાશમાં થોડા સમય વાદળો રહયા બાદ ધીરેધીરે દૂર થઇ ગયા હતા.અને ફરીથી સૂર્યદેવતા પ્રગટ થતા ગરમી અનુભવાઇ હતી. આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૪.૮ ડિગ્રી, લઘુતમ તાપમાન૨૪.૬ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૩૩ ટકા, હવાનું દબાણ ૧૦૧૦.૪ મિલીબાર અને ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના ૮ કિ.મીની ઝડપે પવન વાયા હતા.આજે સવારે હવામાન બદલાતા ખેડુતો ખાસ કરીને કેરીનો પાક લેતા ખેડુતો ચિંતામાં મુકાયા હતા. નવસારી પંથકમાંં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા નવસારી પંથકમાં છેલ્લાં કેટલાંક દિવસોથી છુટાછવાયા વાદળિયા વાતાવરણ વચ્ચે સવારે ઠંડી અને દિવસે ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં હતાં. જીલ્લામાં ગઈકાલે રવિવારે મહત્તમ ૩૬ ડિગ્રી તાપમાન નોંઘાયા બાદ આજે વહેલી સવારથી નવસારી જલાલપોર તાલુકાનાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદનાં છાંટણાં પડયાં હતા.આજે પ્રતિ કલાક ૫.કિમીની ઝડપે પવન ફુંકાવા સાથે વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો ૧ ડિગ્રી નીચે જતાં મહત્તમ ૩૫.ડિગ્રી અને લઘુત્તમ ૨૧.૫.ડિગ્રી તાપમાન નોંઘાયું હતું. સામાન્યત: ચૈત્રી નવરાત્રીના દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ ગ્લોબલ વોમિઁગની અસર હેઠળ ભારતના ઋતૃ ચક્રમાં બદલાવ આવતાં દિનપ્રતિદિન બદલાતા રહેતાં વાતાવરણથી સ્વાસ્થય પ્રેમીઓ અને ખેડુતોમાં ચિંતા જોવા મળે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY