આર્થિક ભીંસમાં ફસાયેલા શખ્સે ઇચ્છામૃત્યુ પહેલા લીવર, કીડની વેચવા મંજુરી માંગી

0
66

બ્લેકટ્રેપ કવોરીની ભાગીદારી પડાવી લીધા બાદ ભયંકર નાણાંકીય પરિસ્થિતીમાંથી પસાર થઇ રહેલા મુળ જેતપુરના રહેવાસીએ ઇચ્છામૃત્યુ પહેલા લીવર, કીડની વેંચીને પરિવારને મદદરૂપ થવાની માંગ કરતી રાષ્ટ્રપતિને અરજી કર્યાની વાતથી ચકચાર મચી છે. જોકે, કલેકટર કચેરીમાં આવી કોઇ અરજી સત્તાવાર રીતે નોંધાઇ નથી. પ્રાપ્ત માહિતી મુજબ મુળ જેતપુરના અમરનગર રોડ, સત્યમ પાર્કમાં રહેતા નરેન્દ્ર મેપાભાઇ પટેલે ભરૂચ જિલ્લાના વાલીયાની જલદર્શન સોસાયટીમાં રહેતા મસરી આહીર સાથે ભાગીદારીમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામના બ્લોક નંબર ૨૧૭ અને ૨૧૮ માં બ્લેકટ્રેપનો વિમલ સ્ટોન ક્રશરના નામે બિઝનેસ શરૂ કર્યો હતો. જોકે ભાગીદારીમાં વિખવાદ થયો હતો. આ અંગે આજે નરેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિને ઇચ્છામૃત્યુની પરમીશન આપવા માટે અરજી કરી હતી. આ અરજીમાં તેમણે જણાવ્યુ હતુ કે મારી પત્નીના દાગીના વહેંચી તથા ઉછીના પૈસા લઇને મસરી નારણ આહિર સાથે ઉમરપાડામાં બ્લેકટ્રેપની ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. જે બાદમાં મસરી આહિરે પડાવી લેતા મારી પત્ની છેલ્લા ૨૫ વર્ષથી ન્યાય માટે સરકારી કચેરીમાં ધક્કા ખાઇ રહી છે પરંતુ ન્યાય મળ્યો નથી. અમારો પરિવાર યાતના ભોગવી રહયો છે. ગમે ત્યારે કુદરતી કે કૃત્રિમ મૃત્યુ આવી શકે છે. જેથી મારા શરીરના કિંમતી અંગો વેંચીને પરિવારને મદદરૂપ થવાની મારી આખરી ઇચ્છા છે. સુરત કલેકટરાલયમાંથી મળતી માહિતી મુજબ, અહી કચેરીમાં સત્તાવાર રીતે આવી અરજી નોંધાઇ નથી. સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રકરણ અંગે ફરિયાદ થતા તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY