સુરત,તા.૨૮
શહેરમાં ગુરુવાર મોડીરાતે વધુ એક દર્દીનું સ્વાઈન ફ્લૂના કારણે મોત થયું છે. સગરામપુરાની ખાનગી હોસ્પિટલમાં ડભોલીના વૃદ્ધનું મોત થતાં સ્વજનોએ સારવારમાં ખામીનો આરોપ મુકી મૃતદેહ સ્વીકારવાની ધરાર ના પાડી દીધી હતી. આ મામલે થયેલાં ગજગ્રાહને લીધે પોલીસ બોલાવી પડી હતી. મોડીરાત સુધી પરિવારજનો અને હોસ્પિટલ સંચાલકો વચ્ચે નોંકઝોંક યથાવત રહી હતી.
મૂળ ઉત્તરપ્રદેશના અને શહેરના ડભોલી વિસ્તારમાં રહેતાં સ્વામીનાથ મિશ્રાને ગઈ તા. ૧૮મી સપ્ટેમ્બરના રોજ માંદગીને લીધે સગ્રામપુરાના કૈલાશ નગર સ્થિતિ વ્હાઈટ હાઉસની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતાં. સારવાર દરમ્યાન સ્વામીનાથની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટરના સહારે વધુ સારવાર અપાઈ રહી હતી. સતત ૯ દિવસની સારવારના અંતે ગુરુવાર રાતે ૧૧.૪૦ વાગ્યે સ્વામીનાથનું મોત થયું હતું. સ્વાઈન ફ્લૂમાં મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ ઉપર વેન્ટિલેટર બંધ થઈ ગયું હોવાથી તેમજ પ્રોપર સારવાર ન મળી હોવાના લીધે મોત થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં પણ મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો હતો. આ મામલે ઘર્ષણ થતાં પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ સવારે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે, ૨ લાખની આજુબાજુ ખર્ચ કર્યા બાદ પણ જા આવી લાપરવાહી થતી હોય તો પોલીસે કાયદેસરના પગલાં ભરવા જાઈએ. ડોક્ટર અને મેનેજમેન્ટ ની લાપરવાહી બહાર આવયા બાદ ન્યાય માટે પોલીસ ફરિયાદ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




