સુરત રેલવે સ્ટેશને થયેલહત્યાને ચાર દિવસ વિતવા છતા જીઆરપી, આરપીએફ, એલસીબી અને એસઓજી એક પણ આરોપીને પકડી શકયા નથી.

0
61

ગત શનિવારે રાત્રે સુરત રેલવે સ્ટેશનની નવી પાર્સલ ઓફિસ પાસે કુખ્યાત બુટલેગર વલીઉલ્લાના નાનાભાઈ અને બુટલેગર બરકતઅલી પઠાણનું ઢીમ ઢાળી દેવા બુટલેગર સલીમ ના સાગરીતોએ પુર્વ આયોજન કર્યું હતું. જો કે હુમલાખોર બરકતને ઓળખતા ન હતા. બરકત પાર્સલ ઓફિસ નજીક ચાલતા દારુના અડ્ડા પર ટોળામાં બેઠો હતો. ત્યારે તેને ઓળખવા માટે હુમલાખોરોએ સુરત રેલ્વે સ્ટેશનને રખડતા ફોલ્ડરીયાને પુછયુ હતું કે બરકત કોણ છે. તેને પગલે નિર્દોષ ભાવે ફોલ્ડરીયાએ બરકતને બતાવતા ટોળુ હુમલો કરવા ઘસી ગયું હતું. પરંતુ ખેપીયો કાલુ વચ્ચે આવી જતા બરકતને રેલ્વે સ્ટેશને જુની પાર્સલ ઓફિસ સુધી ભાગવાની તક મળી હતી. જો કે આ ઘટના ક્રમમાં કાલુ વચ્ચે આવતા હુમલાખોરોએ તેને લોખંડના ફટકા અને હથીયાર થી માર મારતા નશો કરવાનો શોખીન કાલુ ઢળી પડ્યો હતો.
જયારે સલીમ અને તેના ચારથી પાંચ સાગરીતોએ ફિલ્મી ઢબે દોડીને બુટલેગર બરકતને પકડી ઢોર માર માર્યો હતો. બરકત મરી ગયો છે તેમ સમજી તેઓ નાસી છુટ્યા હતા. જો કે આ ઘટનામાં સમયસર સારવાર મળતા બરકત બચી ગયો હતો અને તેને કારણે હત્યારાઓની ઓળખ સ્પષ્ટ થઈ હતી. બુટલેગરો અને રેલ્વેમાં સક્રિય પોલીસ એજન્સીઓ વચ્ચેની સાંઠગાંઠ એવી મજબુત છે કે સુરત રેલ્વે સ્ટેશને કાલુ નામના યુવાનની હત્યાને ચાર દિવસ વિતવા છતા જીઆરપી, આરપીએફ, એલસીબી અને એસઓજી એક પણ આરોપીને પકડી શકયા નથી. બુટલેગર સલીમ અને તેના ચારથી પાંચ સાગરીતોની ઓળખ સ્પષ્ટ થવા છતા પોલીસના હાથ ગુનેગારો સુધી પહોંચવામાં ટુંકા પડ્યા છે.હત્યાના આ બનાવમાં જોન આરોપીનું નામ પણ ખુલ્યુ છે.જે રીઢો ગુનેગાર છે. તેને પણ પોલીસ પકડી શકી નથી. ઓપચારિકતા પુરી કરવા માટે પોલીસે દારુના કેસમાં બુટલેગર વલીઉલ્લાની ધરપકડ કરી અને એક દિવસના રીમાન્ડ મેળવ્યા છે. વલીઉલ્લાના દારુના અડ્ડા પર ગત તા. ૬/૧/૨૦૧૮ના રોજ રાજ્યની સ્ટેટ વિજીલન્સ પોલીસે દરોડો પાડયો હતો. જે તે સમયે પોલીસના હાથ ત્રણ આરોપીઓ પકડાયા હતા અને પોલીસે રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતનો દારૂ અને રોકડા રૂપિયા ૯૯૯૦ કબ્જે લીધા હતા. આ કેસમાં સ્ટેટ વિજિલન્સ પોલીસે વલીઉલ્લાને વોન્ટેડ જાહેર કરતા આખરે હાજર થયો હોવાની ચર્ચા છે .

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY