મૂળીના ગઢાદમાં એકસાથે ચાર નાં પાણી ડુબી જતા મોત પેટા માતા અને બે પૂત્રી તેમજ કુંટુબિક મહિલાના મોતથી અરેરાટી

0
185

મૂળી તાલુકાનાં ગઢાદ ગામે કપડા ધોવા ગયેલ માતાપુત્રિ સહિત ચાર વ્યકિતનાં પાણીમાં ડુબી જવાથી મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે.

મૂળી તાલુકામાં અકસ્માતે મોતનાં બનાવો ખુબજ બની રહ્યા છે ત્યારે મૂળી તાલુકાનાં ગઢાદ ગામે રહેતા અને ખેતી કરતા મુકેશભાઇ ગળધરીયાનાં પત્નિ કંચનબેન (ઉ.વ૩૪) તેમની બે દિકરીઓ રેણુકા (ઉ .વ ૧૪) અને જયશ્રી (ઉ.વ ૧૨ )તેમજ તેમનાજ કુટુંબનાં ગીતાબેન કાળુભાઇ ગળધરીયા સાંજનાં સમયે ટીડાણા રોડ પર આવેલ નદિ એ કપડા ધોવા માટે ગયા હતા તે સમયે પ્રથમ બે બાળકિઓ પાણીમા પડતા તે ડુબવા લાગતા તેની માતાએ પાણીમાં જંપલાવ્યુ હતુ અને આ ત્રણેય પાણીમાં ડુબવા લાગતા ગીતાબેન તેમને બચાવવા જતા ચારેયનાં અકાળે મોત નિપજયા હતા જયારે બે દિકરીઓનાં મૃતદેહ ન મળતા ગામના તરવૈયા દ્વારા ભારે જહેમત બાદ બહાર કાઢી પી એમ માટે મૂળી હોસ્પિટલ લઇ જવાયા હતા .
આ અંગે ગામનાં સરપંચ વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતુકે નાનાએવા ગઢાદ ગામમાં એક સાથે ચાર નાં પાણીમા ડુબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે જયારે મૃતદેહને હાલ અમે દવાખાને લાવ્યા છીએ.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY