‘ભારત’ના સેટ પર સલમાન ખાન બન્યો ઈજાગ્રસ્ત

0
30

મુંબઈ,તા.૧૯
સુપર સ્ટાર સલમાન ખાનને એની લેટેસ્ટ ફિલ્મ ભારતના સેટ પર ઇજા થઇ હોવાની જાણકારી મળી હતી.
શનિ-રવિવારે સલમાનને મુંબઇમાં આવેલો જાઇને ઘણાને નવાઇ લાગી હતી. તરત એવી વાત વહેતી થઇ હતી કે પંજાબમાં ઇજા થવાથી સલમાનને તાબડતોબ મુંબઇ આવવાની ફરજ પડી હતી. જા કે સલમાનની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે ઇજાને કારણે સલમાન મુંબઇ આવ્યો નથી. એ મોટે ભાગે દર વીક એન્ડમાં પોતાના પરિવારને મળવા મુંબઇ આવતો હોય છે. ઇજાને એની મુંબઇ મુલાકાત સાથે કશી લેવાદેવા નથી. ઔઆ સૂત્રે એવી પણ માહિતી આપી હતી કે ઇજા સેટ પર શૂટિંગ કરતી વખતે નથી થઇ, એ જિમમાં વર્ક આઉટ કરતો હતો ત્યારે ભૂલ થતાં પાંસળીમાં ઇજા થઇ હતી. ડાક્ટરોએ તરત એને પેઇન કીલર્સ આપી હતી. એ પેઇન કીલર્સના જારે સલમાન કામ કરતો રહ્યો હતો.
આ સૂત્રે વધુમાં કહ્યું કે સલમાનને જાણ થઇ કે એના વિશે આવી વાતો વહેતી થઇ છે ત્યારે એણે રમૂજ અનુભવી હતી કે હું મુંબઇમાં છું એવી માહિતી હોવા છતાં મિડિયા મને પૂછ્યા વિના આવી વાતો શી રીતે વહેતી કરે છે !

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY