ડૉ.જગદીશ ત્રિવેદીએ બે પ્રા.શાળા સુવિધાયુક્ત બનાવી, આજે લોકાર્પણ

0
38

સુરેન્દ્રનગર,તા.૨૦
હાસ્ય કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીએ ૫૦ વર્ષ પૂર્ણ થતા આજીવન પોતાના કાર્યક્રમોની આવક જરૂરિયાતમંદ લોકોના આરોગ્ય અને શિક્ષણ પાછળ દાન કરવાની જાહેરાત કરી હતી. આ સંકલ્પ બાદ થાનગઢની બે સરકારી પ્રાથમિક શાળામાં ૩-૩ વર્ગ ખંડ, પ્રાર્થના હોલ, ટોઈલેટ, કમ્પાઉન્ડ વોલ અને વોટર કૂલર જેવી સુવિધાઓ પાછળ રૂ. ૨૫ લાખનો ખર્ચ કર્યો છે. ૨૧ ફેબ્રુઆરીએ પ્રાથમિક શાળા નંબર ૬ અને શાળા નંબર-૭ની સુવિધાઓનું લોકાર્પણ કરવા અને શાળા નંબર-૬ને માતુશ્રી ઉર્મિલાબેન લાભશંકર ત્રિવેદી તથા શાળા નંબર-૭ને માતુશ્રી સરોજબેન હિંમતલાલ ત્રિવેદી નામકરણ આપવા માટે કથાકાર મોરારિબાપુ, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા થાનગઢ આવશે.
આ દરમિયાન બન્ને શાળાઓનું ઉદ્દઘાટન કરી સવારે ૧૦થી ૧૨ વાગ્યા દરમિયાન મ્યુનિસિપલ હાઈસ્કૂલના મેદાનમાં જાહેર કાર્યક્રમ પણ યોજાયો છે. જેમાં શાહબુદ્દીન રાઠોડ, ડા.જગદીશ ત્રિવેદી, મોરારિ બાપુ, પુરૂષોત્તમ રૂપાલા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વ્યક્તવ્ય આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY