સુરેન્દ્રનગર,તા.૩
સુરેન્દ્રનગરમાં અમદાવાદ સ્ટેટ CID ક્રાઈમના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. જારાવરનગરમાંથી પાન મસાલામાં વપરાતા ડુપ્લીકેટ ચૂનાની ફેક્ટરી ઝડપાઈ હતી. ડુપ્લીકેટ ચુનાની ફેક્ટરીમાં CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા. લાતી બજાર અને રાધે ટેનામેન્ટમાંથી ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાઈ.
મળતી માહિતી મુજબ લાતી બજાર અને રાધે ટેનામેન્ટમાં ડુપ્લીકેટ ચુનાની ફેક્ટરી ચાલતી હોવાની CID ક્રાઈમને બાતમી મળી હતી. આ કંપનીના ખોટા લેબલ લગાવીને હલકી ગુણવત્તાવાળા ચુનાનું વેચાણ કરવામાં આવતું હતુ. બાતમીના આધારે CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા. ફેક્ટરીમાં દરોડા પાડીને ઝ્રૈંડ્ઢ ક્રાઈમે ચુનો બનાવવાનું મશીન સહિતનો ૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
સુરેન્દ્રનગરના જારાવરનગરમાં પાન મસાલામાં વપરાતા ચૂનાનું ડુપ્લીકેટ ઉત્પાદન કરવામાં આવતું હોવાની બાતમી અમદાવાદ સ્ટેટ CID ને મળતા સમગ્ર ટીમે સાથે મળીને એક દરોડાની કામગીરી હાથ ધરી હતી. કામગીરી અંતર્ગત CID ક્રાઇમ બ્રાન્ચે જારાવરનગરના લાતી બજારમાં દરોડા પાડતા ડુપ્લીકેટ ચુનાની ફેક્ટરી સહિત કુલ ૨૦ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




