સુરેન્દ્રનગરમાં સોમા ગાંડા વિરુદ્ધ પત્રિકા વાયરલ થતા હોબાળો
સુરેન્દ્રનગર,તા.૧૬
લોકસભાની ચૂંટણીનો માહોલ વચ્ચે ગરમાવો આવવો સામાન્ય વાત છે. ગુજરાતમાં હાલ રાજકારણ ચરણસીમાએ છે. બન્ને પક્ષોના નેતાઓ પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવારને પાડવાના એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાના વિરોધમાં કોળી સમાજે એક મીટિંગ બોલાવી હતી. સાયલા તાલુકાના ઓવનગઢ ગામે ગતરાત્રિ (સોમવારે)ના રોજ સંમેલનનું આયોજન કરાયું હતું. ત્યારે સુરેન્દ્રનગરમાં સોમા ગાંડાના વિરોધની લઇને ફરતી થયેલી પત્રિકાનો ઉલ્લેખ કરાયો હતો.
સુરેન્દ્રનગરમાં સોમા ગાંડા વિરુદ્ધ ફરતી થયેલી પત્રિકામાં ઉલ્લેખ કરાયો હતો કે, મતદારોને ‘સોમા ગાંડાને મત આપતા પહેલા વિચારવું’નો ઉલ્લેખ કરાયો હતો. તેમાં લખ્યું હતું કે, સોમા ગાંડા માત્ર ચૂંટણી પ્રચારમાં જ જાવા મળે છે. ‘ચૂંટણી લડ્યા પછી ક્યારેય તેઓ દેખાતા નથી’ આ વાતનો ઉલ્લેખ પત્રિકામાં કરતા સુરેન્દ્રનગરમાં ભારે હોબાળો થયો છે.
આ સિવાય પત્રિકામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, સોમા ગાંડા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ટકાવારી લઈ ગ્રાન્ટ વેચી નાખે છે. આ પત્રિકા ઉલ્લેખ સાયલા તાલુકાના કોળી સમાજ દ્વારા આયોજન કરાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



