અંગત અદાવતમાં અજાણ્યા શખ્સોએ ૩ રાઉન્ડ ફાયરિંગ કરતા યુવાન ગંભીર

0
7

સુરેન્દ્રનગર,તા.૧૬
લોકસભા ચૂંટણીને પગલે આદર્શ આચારસંહિતા લાગૂ થતાં રાજ્યભરના પરવાનેદારોએ હથિયાર પોલીસમાં જમા કરાવ્યા છે. છતાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં હથિયાર વપરાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસની કોઈ બીક ન હોય તેમ ખુલ્લેઆમ હથિયારોનો ઉપયોગ કરીને કારમાં સવાર બે યુવાન પર અજાણ્યા શખ્સોએ ૩થી ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઈજાગ્રસ્ત યુવાનને સારવારાર્થે લીંબડી હોસ્પિટલ ખસેડાયા હતા.
કારમાં મુળી તાલુકાના નવાણીયા ગામના યુવરાજસિંહ અને નરેન્દ્રસિંહ લીંબડી કોર્ટમાં મુદતે જતાં હતા. ત્યારે લીંબડીથી ૩ કિમી દૂર તેમના પર ફાયરિંગ થયું હતું. ફાયરિંગ કરનાર શખ્સો ઘટનાને અંજામ આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને ફાયરિંગ થયું હોવાનું આશંકા સેવાઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY