કાશ્મીરી પંડિતો કાશ્મીરનો અવિભાજ્ય હિસ્સો છે : ફારુક અબ્દુલ્લા

0
87

શ્રીનગર,તા.૯/૩/૨૦૧૮

નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું છે કે કાશ્મીરી પંડિતો કાશ્મીરનો અવિભાજ્ય હિસ્સો છે. તેમના વિના જમ્મુ-કાશ્મીર અધૂરું છે. એક દિવસ એવો આવશે કે જ્યારે તેઓ તેમના મૂળ ઘરે પાછા ફરશે.

જમ્મુ-કાશ્મીરના સુંજવા સૈન્ય મથક પર થયેલા આંતકી હુમલા પછી તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારત સાથે સારા સંબંધો કેળવવા હોય તો તેણે આતંકવાદ બંધ કરી દેવો જાઈએ. શાંતિની સ્થપના માટે પાકિસ્તાને વલણ બદલવું પડશે અને આતંકવાદ બંધ કરવો દેવો પડશે. જો પાકિસ્તાન નહીં સમજે તો પરિણામ ગંભીર આવશે અને યુદ્ધ છેડાશે.

ફારુક અબ્દુલ્લાએ ગયા અઠવાડિયે જ ભારતના વિભાજન અંગે વિવાદાસ્પદ નિવેદન જારી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસને ભારત-પાકિસ્તાનના ભાગલા માટે જવાબદાર ગણવી જાઈએ. વિશ્વ કહે છે ઝિણાએ પાકિસ્તાનની સ્થાપના કરી છે, પરંતુ તે સાચુ નથી. પંડિત જવાહરલાલ નેહરુને કારણે ભારતમાં ભાગલા પડ્યા હતાં અને પાકિસ્તાનના જન્મ થયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY