સુરેન્દ્રનગર,તા.૧૧
હાલ લગ્નની સિઝન પૂરજાશમાં ચાલી રહી છે. તેની સાથે જ અકસ્માતોની સંખ્યામાં પણ એટલો જ વધારો થયો છે. રવિવારે મહીસાગરના વીરપુર હાઇવે પર જાનૈયા ભરેલો ટ્રક પલટી ગયો હતો. આવો એક બનાવ સોમવારે વહેલી સવારે વિરગામથી હળવદ વચ્ચે બન્યો છે. જેમાં ૨૪ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
મળતી માહિતી પ્રમાણે વિરમગામથી હળવદ જઈ રહેલી એક જાનને પરોઢે મજીઠી પાસે અકસ્માત નડ્યો હતો. લગ્ન માટે જાનૈયાઓ આઇસર ગાડીમાં સવાર થઈને હળવદ જઈ રહ્યા હતા. આ દરમિયાન આઇસર ટ્રક આગળ જઈ રહેલા અન્ય એક ટ્રક સાથે અથડાયો હતો. અકસ્માતને કારણે આઇસરમાં સવાર ૨૪ લોકોને ગંભીર ઈજા થઈ હોવાનું માલુમ પડ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ ખસેડવામાં આવ્યા છે. રવિવારે મહીસાગર ખાતે થયેલા અકસ્માતમાં ટ્રક પલટી ગયો હતો. જેમાં ૩૦થી વધારે લોકોને ઈજા પહોંચી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



